શોધખોળ કરો
2019માં ભાજપને કેટલી સીટ મળશે ? મોદી ફરી PM બનશે કે નહીં ? જાણો વિગત
1/6

નવી દિલ્હીઃ ગ્લોબલ ઇન્વેસ્ટર અને લેખક રુચિર શર્માએ લોકસભા ચૂંટણીને લઈ એક આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની ફરી સત્તામાં આવવાની સંભાવના 50 ટકા જ છે. ‘ડેમોક્રેસી ઓન ધ રોડઃ એ 25 યર જર્ની થ્રૂ ઈન્ડિયા’નાં લેખક રૂચિર શર્માએ ભારતીય રાજનીતિ અને આગામી ચૂંટણીમાં હાર જીત અને લોકોના મૂડ અંગે એબીપી ન્યૂઝ સાથે વાત કરી હતી. રૂચિર અમેરિકામાં રહે છે અને તેમણે દિલ્હી, મુંબઈ તથા સિંગાપુરમાં અભ્યાસ કર્યો છે.
2/6

રામ મંદિર પર શું તમે વિચારો છો? આ સવાલનો ઉત્તર આપતાં કહ્યું કે, ચૂંટણી પહેલા જો કોઈ મુદ્દો ઉઠાવે છે તો તેની અસર નથી થતી. રામ મંદિરનો મુદ્દો પણ ચૂંટણી પહેલા ઉઠાવવામાં આવ્યો છે તો તેની અસર પણ નહીં પડે. મતદારો પાંચ વર્ષના કામને જોઈ વોટ આપે છે, માત્ર ત્રણ મહિનાને નથી જોતા.
Published at : 09 Feb 2019 04:32 PM (IST)
View More





















