શોધખોળ કરો
તોફાની તત્વોએ મુસ્લિમ યુવકને પકડીને જબરદસ્તીથી દાઢી કરાવી દીધી, જાણો પછી શું થયું.....
1/5

પીડિત યુવક ઝફરુદ્દીનનો દાવો છે કે તેની સાથે જબરદસ્તી કરવામાં આવી, ઝફરુદ્દીને કહ્યું કે, આ તોફાની યુવકો પહેલા તેને નાઇની દુકાનમાં લઇ ગયા, નાઇએ તેની દાઢી કરવાની ના પાડી દીધી, તો આ અસામાજિક તત્વોએ નાઇ અને તેને બન્નેને ખરાબ રીતે માર માર્યો. બાદમાં મુસ્લિમ યુવકને સીટ પર બાંધી દીધીને ક્લિન શેવ કરાવી દીધું હતું.
2/5

ઝફરુદ્દીને કહ્યું કે, તેને જબરદસ્તી કરતા અસામાજિક તત્વોને સમજાવવાની પણ કોશિશ કરી, તેમને કહ્યું કે, ''અમે મુસ્લિમ છીએ અને અમે દાઢી નથી કપાવતા. તો પણ તેઓ માન્યા નહીં, મારામારી કરીને દાઢી કરાવી દીધી.'' યુવકે ગુરુગ્રામના સેક્ટર 37 પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ કરવામાં આવી છે. તેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
Published at : 02 Aug 2018 01:04 PM (IST)
Tags :
HinduView More





















