નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે સુનંદા પુષ્કર હત્યા મામલે 4 વર્ષ બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું છે. દિલ્હી પોલીસે આઈપીસની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) અને 498એ (વૈવાહિક જીવનમાં ત્રાસ) અંતર્ગત આરોપનામું દાખલ કર્યું છે. દિલ્હી પોલીસે આ મામલામાં પહેલા હત્યાનો કેસ દાખલ કર્યો હતો. પોલીસે શશિ થરૂરને આરોપી માન્યો છે. દિલ્હી પોલીસે 3000 પાનાનું આરોપ પત્ર દાખલ કર્યું છે. અદાલતે આ મામલાની સુનાવણી માટે 24 મે નક્કી કરી છે.
2/5
મામલાની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજીકર્તા સુબ્રમણ્યમ સ્વામીને પૂછ્યું હતું કે, તમને આટલી જાણકારી મળી તે તમારા સૂત્ર ક્યાં છે અને તપાસ પર સવાલ કેમ ઉઠાવી રહ્યા છો? દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે જો તમારી પાસે પૂરાવા હતા તો પહેલા કેમ રજૂ કર્યા નહોતા? તમે તમારી અરજી ઓનલાઇન કરી દીધી છે. આનાથી ગોપનીયતા પર શું અસર પડશે તેની ખબર છે?
3/5
સુનંદાનું 17 જાન્યુઆરી, 2014ના રોજ ચાણક્યપુરી સ્થિત પાંચ સિતારા હોટલ લીલા પેલેસના સુટ નંબર 345માં શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હતું. મોતને પહેલા આત્મહત્યા ગણાવવામાં આવી હતી, પરંતુ એક વર્ષ બાદ વિસેરા રિપોર્ટ આવ્યા બાદ પોલીસે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો હતો. મામલાની તપાસ માટે એસઆઈટી બનાવવામાં આવી.
4/5
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતની તપાસ એસઆઈટી પાસે કરાવવા માટે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી હાઇકોર્ટ કહ્યું હતું કે, આ જનહિતની નહીં પરંતુ રાજકીય હિતની અરજીનું ઉદાહરણ છે.