શોધખોળ કરો
સુપ્રીમ કોર્ટે આધારને ગણાવ્યું સલામત, મોબાઇલ-બેંક ખાતા સાથે લિંક કરવું જરૂરી નહીં
1/5

સુપ્રીમ કોર્ટે આ અંગે ચુકાદો આપતા કહ્યું કે બેંકો તેના ગ્રાહક પાસેથી આધાર કાર્ડ માંગી શકે નહીં. જોકે, સુપ્રીમ કોર્ટે પાનકાર્ડ સાથે આધારને લીંક કરવાનું ફરજિયાત ગણાવ્યું છે. આનો સીધો મતલબ એવો થાય છે કે ખાનગી કંપનીઓ જેવી કે ટેલિકોમ કંપનીઓ, ઇ-કોમર્સ કંપનીઓ તમારો બાયોમેટ્રિક ડેટા માંગી શકે નહીં. આથી સીમકાર્ડ ખરીદતી વખતે આધાર કાર્ડ આપવું જરૂરી નથી.
2/5

નવી દિલ્હી: આધાર કાર્ડ અનિવાર્યતા મામલે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચે ફેંસલો સંભળાવ્યો હતો. સૌથી પહેલા જસ્ટિસ એકે સીકરીએ ફેંસલો વાંચ્યો હતો. આ ઉપરાંત ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એમ ખાનવિલકરે પણ ફેંસલો વાંચ્યો હતો. જજે ફેંસલામાં કહ્યું તે, આધાર કાર્ડ આમ આદમીની ઓળખ છે. તેના પર હુમલો બંધારણની વિરુદ્ધમાં છે.
Published at : 26 Sep 2018 12:08 PM (IST)
View More



















