શોધખોળ કરો
અયોધ્યા રામ મંદિર કેસઃ રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી
1/3

આ પીઠ દ્વારા હાઇકોર્ટમાં સપ્ટેમ્બર, 2010ના નિર્ણય વિરુદ્ધ દાખલ 14 અપીલો પર સુનાવણી માટે ત્રણ સભ્યોવાળી જજોની પીઠ ગઠીત કરવામાં આવી શકે છે. હાઇકોર્ટે આ વિવાદમાં દાખલ ચાર દીવાની અરજી પર પોતાનો ફેંસલો સંભળાવતા 2.77 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલાની વચ્ચે સમાન રીતે વહેંચણીનો આદેશ આપ્યો હતો.
2/3

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 29 ઓક્ટોબરે કહ્યું હતું કે આ મામલો જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયે ઉચિત પીઠ સમક્ષ આવશે, જે આની સુનાવણીનો કાર્યક્રમ નિર્ધારિત કરશે. બાદમાં અખિલ ભારતીય હિન્દુ સભાએ બીજી એક અરજી દાખલ કરી સુનાવણી વહેલી તકે કરવા આગ્રહ કર્યો હતો, પણ સુપ્રીમ કોર્ટે આમ કરવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 29 ઓક્ટોબરે જ આ મામલે સુનાવણી વિશે આદેશ પસાર કરી દેવામાં આવી ચૂક્યો છે.
Published at : 04 Jan 2019 08:12 AM (IST)
View More





















