બપોરે 12.00 કલાકે આર્મી અને વિદેશ મંત્રાલયે દેશને જણાવ્યું કે આપણે હુમલો કર્યો. લશ્કર અને વિદેશ મંત્રાલયે અડધો કલાકમાં મીડિયાને હાજર રહેવા જણાવ્યું. સર્જિકલ સ્ટ્રાઇકની માહિતી આપી. વધુ કાર્યવાહી નહીં કરીએ, કંઈક થશે તો જવાબ પણ આપીશું. ત્યાર બાદ બપોરે 2.35 કલાકે પાક. સરહદે રહેલા 10 કિ.મી. સુધીનાં ગામો ખાલી કરાવવાની શરૂઆત થઈ. ગૃહ પ્રધાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને ગુજરાતની પાકિસ્તાન સરહદે આવેલાં 10 કિ. મિ. સુધીનાં ગામો ખાલી કરાવવાની શરૂઆત કરી છે. વાઘા સરહદે બિટિંગ રિટ્રિટ સેરેમની પણ રદ કરાઈ.
2/5
આ ઘટના બાદ સવારે 8 કલાકે અમેરિકાથી ફોન આવ્યો જેમાં ભારતે કરેલ સર્જિકલ સ્ટ્રાકીની જાણકારી આપવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર સુઝેન રાઈસે ભારતમાં તેના સમકક્ષ અજિત દોવાલ સાથે ફોન પર વાત કરી હતી. બાદમાં તમામ પક્ષોના પ્રમુખ સાથે વાતચીત કરીને આ હુમલા અંગે જાણકારી આપવામાં આવી હતી ઉપરાંત પાકિસ્તાનના ડીજીએમઓને પણ આ સર્જિકલ સ્ટ્રાઈક અંગે જાણકારી આપવામાં આવી હતી અને તેમને કહેવામાં આવ્યું હતું કે ટાર્ગેટ આતંકવાદી હતા નહીં કે પાકિસ્તાની આર્મી. લગભગ 11 કલાકે પાકિસ્તાને આર્મીનું નિવેદન આવ્યું કે ભારતીય આર્મીએ ભિમ્બર, હોટસ્પ્રિંગ, કેલ અને લિપા સેક્ટરમાં રાત્રે 2-30થી 8 કલાકની વચ્ચે ગોળીબારી કરી જેમાં તેમના બે સૈનિક માર્યા ગયા છે.
3/5
હુમલા પહેલા આતંકવાદીઓના લોન્ચિંગ પેડ્સ પર ગુપ્તચર એજન્સીઓની બાજ નજર હતી. હુમલા માટે સેનાએ છ લોન્ચિંગ પેડને ટાર્ગેટ બનાવ્યા હતા. હુમલા દરમિયાન કુલ સાત લોન્ચિંગ પેડ સંપૂર્ણ નષ્ટ કરવામાં આવ્યા હત. કમાન્ડો તવોર અને એમ-4 જેવી રાઈફલો, ગ્રેનેડ્સ અને સ્મોક ગ્રેનેડ્સથી સજ્જ હતા. તેમની પાસે અન્ડર ગ્રેનેડ લોન્ચિંગ, નાઈટ વિઝન ડિવાઈસીસ અને હેલમેટ માઉન્ટેડ કેમેરા પણ હતા. આ તમામ ઓપરેશન રાત્રે 12થી વહેલી સવારે 4-30 કલાકની વચ્ચે ચાલ્યું હતું. આ સમગ્ર ઓપરેશનની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી. આ હુમલામાં 38 જેટલા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને બે પાકિસ્તાની સેનાના જવાન પણ માર્યા ગયા હતા. ઉપરાંત ભારતના બે પેરા કમાન્ડોઝ પણ લેન્ડ માઈન્સને કારણે ઘાયલ થયા હતા. આ ઓપરેશન દરમિયાન એલઓસી પર ભારતીય પોસ્ટ દ્વારા કમાન્ડોને બેક અપ સપોર્ટ આપવામાં આવ્યો હતો. લગભગ સવારે 4-30 કલાક બાદ ભારતીય કમાન્ડો ભારતીય સરહદમાં આવી ગયા હતા.
4/5
રાત્રે 12-30 કલાકે પુંછથી એએલએચ ધ્રુવ પર 4 અને 9 પેરાના 25 કમાન્ડો સવાર થઈને પીઓકેમાં દાખલ થયા. એલઓસી પાસે હેલિકોપ્ટરે આ જવાનોને જંગલમાં ઉતારી દીધા. પાકિસ્તાની સેના દ્વારા ફાઇરિંગ થવાની શક્યતાની વચ્ચે આ કમાન્ડો અંદાજે ત્રણ કિલોમીટર સુધી જમીન માર્ગે ગયા. આ વિસ્તારમાં જ આતંકવાદીઓના લોન્ચ પેડ્સ, એક્સપ્લોઝીવ, શોલ્ડર ફાયીર રોકેટ લોન્ચર અને ગ્રેનેડ હતા.
5/5
સર્જિક સ્ટ્રાઈક્સ બાદ ભારતમાં ખુશીનું વાતાવરણ છે. આતંકવાદીઓને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે. પ્રથમ વખત સેનાએ સત્તાવાર રીતે આવી કોઈ કાર્યવાહી કરી છે. આવો સમજીએ સેનાએ આ હુમલાને કેવી રીતે પાર પાડ્યો છે.