શોધખોળ કરો
તાજ મહેલની મુલાકાત બની 5 ગણી મોંઘી, જાણો હવે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે
1/4

આગ્રાઃ તાજમહેલ જોવો હવે મોંઘો થઈ જશે. 10 ડિસેમ્બરથી તાજ મહેલાની ટિકિટના દરમાં વધારો લાગુ થશે. નવી વ્યવસ્થા અનુસાર હવે 50 રૂપિયાની જગ્યાએ તાજ મહેલ જોવા માટે પ્રવાસીઓએ 250 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે વિદેશી નાગરિકોએ હવે 1300 રૂપિયા આપવા પડશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તાજ મહેલ પર ભીડ નિયંત્રણ માટે નવી ટિકિટ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
2/4

સાર્ક દેશોમાંથી આવતા મુલાકાતીઓએ 540 રૂપિયાની જગ્યાએ હવે 740 રૂપિયા આપવા પડશે. સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે, મુલાકાતની ફીમાં વધારો કરવાથી લોકો ઓછા આવશે અને તેથી તાજમહેલને બચાવી શકાશે.
Published at : 10 Dec 2018 02:10 PM (IST)
Tags :
Taj MahalView More





















