મનોજ સિંહાના પૈતૃક ગામ બાંકા જિલ્લાનું ભલુઆ બાસા છે. તેમના પિતરાઈ ભાઈ સહિત અન્ય પરિવારજનો ભાગલપુરમાં રહે છે. આ મકાન બંધ હાલતમાં હોવાથી ચોરોને હાથ સાફ કરવા માટે મોકળું મેદાન મળી ગયું હતું. આ અંગે મંત્રીને પણ દિલ્હી ફોન કરી જાણ કરી દેવામાં આવી છે.
2/3
બાંકાના એસપીએ જણાવ્યું કે, તેમના ઘરનું તાળું તોડી તસ્કરો વાસણ, પંખા, વીજળી તથા ડીઝલ પંપ અને ગેસ સિલિન્ડર ઉઠાવી ગયા હતા. ઘરમાં પડેલી સૂટકેસના તાળા પણ તૂટેલા હતા. સામાન વેર વિખેર પડ્યો હતો.
3/3
નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી મનોજ સિંહાના પૈતૃક ઘરે ચોરી થઈ છે. ચોર ઘરેલુ ઉપયોગનો સામાન ઉપાડીને ફરાર થઈ ગયા હતા. તેમના ઘરનું તાળું તૂટેલું હતું. તેમની કાકી માંડવી દેવીએ પોલીસને આ અંગે જાણ કરી હતી. જે બાદ પોલીસે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી છે.