એટીએમમાંથી હાલમાં એક ખાતામાંથી એક દિવસમાં વધુમાં વધુ 2500 રૂપિયા ઉપાડી શકાય છે. હાલમાં એ નક્કી નથી કે 27 તારીખ બાદ એટીએમમાંથી રોકડ ઉપાડની આ મર્યાદા વધશે કે નહીં. સરકાર ખાનગી કંપનીઓને પોતાના કર્મચારીઓને પગારનો એક હિસ્સો પ્રી પેડ કાર્ડ તરીકે આપવા માટે મનાવી રહી છે. ખાનગી કંપની આમ કરે તો રકોડની જરૂરતમાં થોડો ઘટાડો આવશે. એટલે કે શક્ય એટલા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જેથી મહિનાના અંતમાં વધતી રોકડની માગને પૂરી થઈ શકે પરંતુ ખરેખરું ચિત્ર તો એ દિવસે જ સામે આવશે.
2/6
30 તારીખ સુધી 90 ટકાથી વધારે એટીએમમાં જરૂરી ફેરફાર થઈ જશે. જેથી તેમાંથી 100, 500 અને 2000 રૂપિયાની નોટ એક સાથે મળી શકે. 500 રૂપિયાની નોટની સપ્લાઈ વધારવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. આશા છે કે, એક સપ્તાહમાં આ નોટ મોટી સંખ્યામાં ઉપલબ્ધ થઈ જશે.
3/6
રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર એસ એસ મુંદ્રાની આગેવાનીમાં બનેલ ખાસ ટીમ પે-ડે એટલે કે પગાર આપવાના દિવસ માટે રણનીતિ બનાવી રહ્યા છે. વિતેલા મહિનાને આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કેટલી નોટોની જરૂર રહેશે. જે વિસ્તારમાં જેટલા રૂપિયા કાઢવામાં આવે છે ત્યાં તે આધારે રોકડ મોકલવામાં આવશે. એટીએમ પર લાંબી લાઈનો ન લાગે તે માટે પણ કેટલાક પગલા લેવામાં આવશે. જેમ કે, ઝડપથી ફરીથી રૂપિયા એટીએમમાં ભરવામાં આવશે.
4/6
સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે મહિનો પૂરો થવા આવ્યો છે. ડીસેમ્બર શરૂ થદા જ ઘણાં બધા પેમેન્ટ કરવાના હોય છે. દૂધવાળાથી લઈને અખબારવાળા સુધીને રોકડમાં રૂપિયા આપવા પડતા હોય છે. જ્યારે નોકરિયાત વર્ગ માટે પગાર ખાતામાં જમા થાય છે. એવામાં ખાતામાં પગાર તો આવી જશે પરંતુ રોકડ કેવી રીતે મળશે તેને લઈને નોકરિયાત વર્ગની ચિંતા વધી ગઈ છે. જોકે સરકારે આ અંગે તમામ તૈયારી કરી લીધી હોવાની વાત કહી છે.
5/6
દેશમાં ઘણાં ભાગમાં એટીએમ મશીનો પર નો કેશ લખેલું જોવા મળી રહ્યું છે. એક બાજુ લોકોના ખિસ્સામાં રૂપિયા નથી તો બીજી બાજુ એટીએમ મશીનો ખાલી છે. એવામાં નોટબંધી બાદ રોકડની મુશ્કેલીનો સામનો કરી રહેલ લોકોની હાલાકી વધી ગઈ છે. સરકારે દાવો કર્યો છે કે, દેશના અડધા એટીએમમાં ટેક્નીકલી ફેરફાર થઈ ગયા છે અને આ એટીએમમાંથી નવી નોટ મળી રહી છે. પરંતુ અત્યાર સુધી જે ચિત્ર સામે આવ્યું છે તે અનુસાર તો મોટા ભાગના એટીએમ સુધી રોકડ પહોંચી જ નથી. સરકારના તમામ પ્રયત્નો છતાં દિલ્હી-મુંબઈ જેવા મેટ્રો સીટીમાં પણ લોકોને રોકડની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
6/6
નવી દિલ્હીઃ નોટબંધીનો આજે 18મો દિવસ છે છતાં લોકોને પડતી હાલીકમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. આજે મહિનાનો ચોથો શનિવાર અને આવતીકાલે રવિવાર હોવાને કારણે બેંક બે દિવસ બંધ રહેશે. રોકડની જરૂર હોય તો એટીએમ જવું પડશે પરંતુ એટીએમમાં રોકડા હશે તેની કોઈ ગેરેન્ટી નથી. કારણ કે વિતેલા બે દિવસથી મોટા ભાગના એટીએમમાં કેશ ન હોવાની ફરિયાદો સામે આવી છે.