અભિનેત્રી ઉત્તર પ્રદેશની મૂળ નિવાસી છે. તેણે અને આરોપીએ 2014માં મુંબઈમાં એક જ કોલેજમાં ભાગ લીધો હતો. બન્નેએ સોશિયલ મીડિયાના માધ્યમથી ચેટ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં બન્નેની મિત્રતા આગળ વધતા યુવકે અભિનેત્રીને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું. યુવક નવી દિલ્હીનો રહેવાસી છે.
2/6
ત્યાર બાદ અભિનેત્રીએ મુંબઈના ઓશીવાડા પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર કરવાનો નિર્ણય લીધો કારણ કે બળાત્કારની ઘટના અલવરમાં બની હતી. તેની ફરિયાદ અલવર પોલીસ સ્ટેશન મોકલામાં આવી. કારણ કે આરોપીએ કથિત રીતે રાજસ્થાનના નિમરાણામાં હોટલમાં કથિત રીતે બળાત્કાર કર્યો હતો. અધિકારીએ કહ્યું, આરોપી પર ધારા 370 ( બળાત્કાર) અને 420 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
3/6
ફરિયાદ અનુસાર, લગ્ન કરવાનું કહી આરોપીએ પીડિતા સાથે હોટલમાં બળાત્કાર કર્યો. જ્યારે 6 સપ્ટેમ્બરે તે મુંબઈ આવી અને ફોન પર એક વાતચીત દરમિયાન તે આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.
4/6
પોલીસ અધિકારીએ કહ્યું કે, યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આરોપી 3 સપ્ટેમ્બરે તેને નવી દિલ્હી તેના માતા-પિતાને મળવા ઘરે લઈ ગયો હતો. 4 સપ્ટેમ્બરે આરોપી તેને તેની બહેન અને એક મિત્રો સાથે ભાડાની એક કારમાં નીમરાણા લઈ ગયો અને ત્યાં એક હોટલમાં રોકાયા હતા.
5/6
નવી દિલ્હી: મુંબઈની એક 22 વર્ષીય મોડલ અને ટેલીવિઝન અભિનેત્રીએ 25 વર્ષીય તેના બોયફ્રેન્ડ પર આરોપ લગાવ્યો છે કે તેણે લગ્ન કરવાની લાલચ આપી રાજસ્થાનના અલવર જિલ્લાના નિમરાણામાં કથિત રીતે તેની સાથે બળાત્કાર કર્યો હતો. અભિનેત્રીએ આ અંગે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
6/6
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બન્ને વીડિયો કોલિંગથી કલાકો સુધી વાતો કરતા હતા અને જ્યાં સુધી બન્ને એક બીજાને મળવાનું નક્કી નથી કરી લેતા ત્યાં સુધી ફોન પર વાતો કરતા. બન્ને કલાકો સુધી ચેટિંગ કરતા હતા અને બાદમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, યુવકે લગ્નની વાતચીતને આગળ વધારવા માટે મળવા કહ્યું, અને તેણે શાજાપુર, લખનઉ, દિલ્હી અને નીમરાના જેવા સ્થળોએ ફરવાનો પ્લાન બનાવ્યો. બન્ને સાથે ફર્યા હતા. પીડિતાની બહેન પણ તેની સાથે હતી.