મુંબઈ: મહારાષ્ટ્ર અને કેંદ્ર સરકારમાં ભાજપની સહયોગી હોવા છતાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર હમલાવર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જન્મદિવસની શૂભેચ્છાઓ પાઠવી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી ઉદ્ધવ ઠાકરેને ખુશી અને સારા સ્વાસ્થની કામના કરી. રાહુલ ગાંધીએ કહ્યું, ઉદ્ધવ ઠાકરેજીને જન્મદિવસની શુભકામના. હું તમારા સ્વાસ્થ અને ખુશી માટે કામના કરૂ છું. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
2/3
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની મિત્રતા તૂટ્યા બાદ હવે દેશના રાજકારણમાં નવા સમીકરણ બનવાની સંભાવના જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા ચાર વર્ષમાં સંબંધો સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયા હતાં. ત્યારબાદ એવું લાગવા જ માંડ્યુ હતું કે આ ગઠબંધન વધુ ટકશે નહીં. હવે બંને પાર્ટીઓએ જાહેરાત કરી દીધી છે કે તેઓ આગામી ચૂંટણી અલગ અલગ લડશે. આ બાજુ શિવસેના જ્યાં ભાજપ પર પ્રહાર કરવાની કોઈ તક છોડતી નથી ત્યાં કોંગ્રેસના વખાણ કરવામાં પણ જરાય બાકી રાખતી નથી.
3/3
તેનું એક ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું અને ત્યારબાદ પીએમ મોદીને ભેટી પડ્યાં ત્યારે શિવસેનાએ રાહુલના ખુબ વખાણ કર્યાં.