હવામાન વિભાગ અનુસાર, આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ થઇ શકે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. આની સાથે જ જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારો, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, નાગાલેન્ડ, કોંકણ અને ગોવાના કોસ્ટલ કર્ણાટકમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
4/6
વરસાદમાં રાજસ્થાનના બીકાનેરની હાલત સૌથી ખરાબ થઇ ગઇ છે. છેલ્લા ત્રણ દિવસથી બીકાનેરમાં ભારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદથી એક ડઝનથી વધુ મકાનો ધરાશાયી થઇ ગયા છે. ગોડુમાં સીમા તરફ જઇ રહેલી સ્ટેટ હાઇવે પર 20 ફૂટનો ખાડો પણ પડી ગયો છે.
5/6
ભારે વરસાદના કારણે લોકો બેહાલ થયા છે, રસ્તાં પાણીથી ભરાઇ ગયા છે, નદીઓ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે, જેના કારણે તંત્રએ એલર્ટ આપીદીધું છે.
6/6
નવી દિલ્હીઃ હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને કેરલા સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના બીકાનેર, ઉત્તરપ્રદેશના ગોરખપુર અને જમ્મુ-કાશ્મીરના પુંછ સહિત કેટલાય વિસ્તારોમાં હાલત ખરાબ થઇ ગઇ છે, તંત્રએ અહીં એલર્ટ જાહેર કરી દીધું છે.