અમિત શાહે રોજગારીના મામલે પણ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું, ઔદ્યોગિક રોજગાર મામલે બંગાળ 100માંથી 32ને રોજગાર આપતું હતું, પરંતુ હવે આ આંકડો 4 પર પહોંચી ગયો છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીએ બેરોજગારોની ફોજ ઉભી કરવાનું કામ કર્યું છે. સાથે જ તૃણમૂલ કૉંગ્રેસે બંગાળને કંગાળ બનાવવાનું કામ કર્યું છે.
2/3
પોતાના નિવેદનમાં અમિત શાહે ઈતિહાસને યાદ કરતા તૃણમૂલ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, વેપારથી લઈને ઉદ્યોગ અને કળા સંસ્કૃતિ જેવા તમામ ક્ષેત્રે પશ્ચિમ બંગાળનો દબદબો રહેતો હતો. પરંતુ એક લાંબા સમય સુધી કમ્યૂનિસ્ટ શાસન અને મમતા દીદીના શાસને બંગાળને ક્યાં લાવીને ઉભું રાખી દિધુ છે. અમિત શાહે કેટલાક આંકડાઓનો હવાલો આપતા બતાવ્યું બંગાળ હવે પાછળ રહી ગયું છે.
3/3
કોલકાતા: મંગળવારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળના માલદા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. શાહે આરોપ લગાવ્યો કે આઝાદી બાદ બંગાળ દરેક ક્ષેત્રમાં આગળ રહેતું હતું, તેની હાલત હવે ખરાબ થઈ ગઈ છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે તૃણમૂલ કૉંગ્રેસે બંગાળને કંગાળ બનાવવાનું કામ કર્યું છે.