મહત્વનું છે કે રાજ્યનું નામ અંગ્રેજીમાં ડબલ્યુથી શરૂ થવાને કારણે રાજ્યના પ્રતિનિધીઓને રાષ્ટ્રીય સ્તરની બેઠકમાં વાત મૂકવા માટે અંતમાં સમય મળતો હતો. આને પણ નામ બદલવા પાછળનું એક કારણ ગણવામાં આવી રહ્યું છે. મમતા બેનર્જીનું કહેવું છે કે એને કારણે રાષ્ટ્રીય સ્તરની બેઠકોમાં પ્રદેશના મુદ્દાઓ સાંભળવામાં નહોતા આવતા અથવા તેની અવગણના કરવામાં આવતી હતી.
2/3
નોંધનીય છે કે વર્ષ 2016માં પશ્ચિમ બંગાળ સરકારે ત્રણ નામોનો સુઝાવ આપવામાં આવ્યો હતો. બાંગ્લા ભાષા માટે બાંગ્લા, હિંદી માટે બંગાળ અને અંગ્રેજી ભાષા માટે બંગાળી પરંતુ તે સમયે કેન્દ્ર સરકારે ત્રણેય નામોના સુઝાવને ફગાવી દીધો હતો. જોકે હવે વિધાનસભામાં એક નામ પર એકમત થઇને પ્રસ્તાવ પાસ કરી દીધો છે.
3/3
કોલકાતા: પશ્ચિમ બંગાળની વિધાનસભાએ રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો છે. પશ્ચિમ બંગાળનું નામ હવે 'બાંગ્લા' થશે. રાજ્ય સરકારમાં મંત્રી પાર્થા ચેટર્જીએ આ પ્રસ્તાવને વિધાનસભામાં રજૂ કર્યો હતો જેમાં કોંગ્રેસ અને લેફ્ટે સમર્થન કર્યું છે. જોકે હાલ આ પ્રસ્તાવ કેન્દ્રને મોકલવામાં આવશે. કેન્દ્ર પછી આ પ્રસ્તાવ પાસ થયા બાદ જ ગેજેટ જાહેર કરવામાં આવશે.