શોધખોળ કરો
10% અનામત બાદ મોદી સરકાર ખોલશે પટારો, આ લોકોના ખાતામાં સીધા જ જમા થશે આટલા રૂપિયા!
1/3

નવી દિલ્હીઃ સિક્કિમ દેશનું પ્રથમ એવું રાજ્ય છે, જ્યાં યૂનિવર્સલ બેસિક ઇનકમ યોજના શરૂ કવાની વાત કરવામાં આવી રહી છે. સત્તારૂડ પાર્ટી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે જાહેરત કરી છે કે તે ભવિષ્યમાં આ સ્કીમ લાગુ કરવાની ઈચ્છા ધરાવે છે અને આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં તેના મેનિફેસ્ટોમાં પણ તેને રાખશે. તેવી જ રીતે કેન્દ્ર સરકાર પણ બીપીએલ શ્રેણીના નાગરિકોને ‘યુનિવર્સલ બેઝિક ઇનકમ’ (UBI) દ્વારા એક ચોક્કસ રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહી છે.
2/3

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્રની મોદી સરકાર ગરીબી રેખા નીચે આવતા લોકો માટે UBIની અંતર્ગત દર મહિને 2500 રૂપિયા આપવાની જાહેરાત કરી શકે છે. બીપીએલ શ્રેણીના લોકોને મળનાર તમામ સબસિડી જેમાં એલપીજી, ખાવા-પીવાનો સામાન અને બીજા સંસાધન સામેલ છે જેને ખત્મ કરી તેની સંપૂર્ણ રકમ ખાતામાં નંખાશે. મળતી માહિતી પ્રમાણે UBI દ્વારા મળનાર આ રકમથી એક પરિવારના પાંચ સભ્યોના પોષણ સંબંધિત જરૂરિયાતોને પૂરી કરી શકાશે.
Published at : 11 Jan 2019 02:23 PM (IST)
Tags :
SikkimView More
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ





















