શોધખોળ કરો
સંજય દત્તને જેલમાંથી વહેલો છોડવા પર હાઈકોર્ટની સરકારને ફટકાર, પૂછ્યો આ સવાલ
1/3

જસ્ટિસ આર એમ સાવંત અને સાધના જાધવની બેન્ચે પૂણેના એક રહેવાસી પ્રદીપ ભાલેકરની એક જાહેર હિતની અરજી પર આ સવાલ કર્યો છે. ભાલેકરે સંજય દત્તના કારાવાસ દરમિયાન તેને મળેલા નિયમિત ફર્લો અને પેરોલને પડકાર્યો છે. એ પછી કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે દત્તને માફી આપવાનું નકકી કરતી વેળાએ ક્યા માપદંડો ધ્યાનમાં લેવાયા હતા અને કઇ પ્રક્રિયા અનુસરવામાં આવી હતી.
2/3

૧૯૯૩ બ્લાસ્ટ્સમાં ઉપયોગમાં લેવામાં આવેલાં જથ્થાના એક ભાગના શસ્ત્રો દત્ત પાસે રહ્યા હોવાના કેસમાં તેને કોર્ટે પાંચ વર્ષ કારાવાસની સજા ફટકારી હતી. ટ્રાયલ દરમિયાન જામીન પર રહેલા એક્ટરે મે ૨૦૧૩માં કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. સંજય દત્તને તેની સારી વર્તણૂકને કારણે પૂણેની યરવડા જેલમાંથી આઠ મહિના અગાઉ છોડી મૂકાયો હતો.
Published at : 13 Jun 2017 07:29 AM (IST)
View More























