શોધખોળ કરો
જામનગર કોર્પોરેશનમાં ભાજપના મહિલા કોર્પોરેટરે લાકડી બતાવી કરી દાદાગીરી
1/5

રચના નંદાણીયાએ જેએમસીના કર્મચારીઓ ગરીબ માણસોને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરી ફાઇલો ફેંકી દીધી હતી. રચનાબેનના મતે તેમણે અનેકવાર આ અંગે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ તેમની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નહોતી. આખરે રચનાબેન હાથમાં લાકડી લઇને કોર્પોરેશન ઓફિસ પહોંચી ગયા હતા અને દાદાગીરી કરી હતી.
2/5

જામનગરઃ જામનગરના ભાજપના કોર્પોરેટર રચના નંદાણીયાની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, ભાજપના કોર્પોરેટર રચના નંદાણીયા શહેરના તળાવની પાળ વિસ્તારમાં રેકડી અને પાથરણાવાળાને રોકાણ વિભાગ દ્ધારા હેરાન કરતા હોવાની ફરિયાદ લઇને આસી.કમિશનર મુકેશ વરણવાની ચેમ્બરમાં લાડકી લઈને પહોંચી ગયા હતા અને લાકડી બતાવી ટેબલ પર પડેલી ફાઇલો ફેંકી દીધી હતી.
Published at : 15 Jun 2019 06:21 PM (IST)
View More



















