Carrot benefit: શિયાળામાં સુપરફૂડ છે ગાજર, જાણો તેના સેવનના અદભૂત 6 ફાયદા
એવું કોઇ પણ પોષકતત્વ નથી, જે ગાજરમાં જોવા મળતું નથી. તેથી ગાજરને સુપરફૂડ માનવામાં આવે છે. ગાજર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. જે ફ્રી રેડિકલ્સથી બચાવે છે.
Carrot benefit: એવું કોઇ પણ પોષકતત્વ નથી, જે ગાજરમાં જોવા મળતું નથી. તેથી ગાજરને સુપરફૂડ માનવામાં આવે છે. ગાજર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. જે ફ્રી રેડિકલ્સથી બચાવે છે.ગાજર આંખો માટે ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત બીમારી માટે ફાયદાકારક છે. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.
ગાજરને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે. ગાજર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પોષકતત્વથી પણ ભરપૂર છે. અડધા કપ ગાજરમાં 25 કેલેરી, 6 ગ્રામ કાર્બોહાઇડ્રેઇટ, 2 ગ્રામ ફાઇબર, 3 ગ્રામ શુગર અને 0.5 ગ્રામ પ્રોટીન હોય છે. ગાજરમાં વિટામિન A,K,C, પોટેશિયમ,ફાઇબર,કેલ્શિયમ,આયરન જેવા દરેક જરૂરી વિટામિન મિનરલ હોય છે. ગાજરમાં મજબૂત એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. જે ખૂબ જ લાભદાયક હોય છે. જાણી ગાજર શરીર માટે કેટલું ફાયદાકારક છે.
આંખો માટે ઉપકારક
ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં જઇને વિટામિન Aમાં બદલી જાય છે. આ વિટામીન આંખોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. વિટામિન A આકરા તાપથી થતાં નુકસાનથી આંખોને બચાવે છે. મોતિયાબિંદની સમસ્યાથી પણ ગાજર બચાવે છે.
કેન્સરનું જોખમ ઘટાડે છે
ગાજરમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ શરીરમાં હાનિકારક ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. ગાજરમાં એન્ટીઓક્સિડન્ટ,કેરોટીનોઇડ અને એંથોસાયસિનન હોય છે. કેન્સરથી લડવા માટે એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ જરૂરી છે.
હાર્ટ સંબંધિત સમસ્યાને દૂર કરે છે
ગાજર હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં મોજૂદ પોટેશિયમ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરે છે. તેમાં મોજૂદ ફાઇબર વજનને પણ કન્ટ્રોલ કરે છે. લાલ ગાજરમાં લાઇકોપીન હોય છે. જે હાર્ટ અટેકની સમસ્યાથી બચાવે છે.
ઇમ્યૂનિટી બૂસ્ટર
ઇમ્યુનિટી સિસ્ટમને ગાજર બૂસ્ટ કરે છે. તેમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી, શરીરમાં થતાં સંક્રમણને રોકનામા મદદ કરે છે. આયરનથી ભરપૂર હોવાથી હિમોગ્લોબિનની કમીને દૂર કરે છે.
કબજિયાતની સમસ્યાને દૂર કરે છે
કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં ગાજર કારગર છે. જો પેટ સાફ ન થતું હોય તો આપને કાચું ગાજર ખાવું જોઇએ. ગાજરમાં મોજૂદ કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે.
ડાયાબિટિસમાં ઉપકારક
ડાયાબિટિસમાં ગાજર ફાયદાકારક છે. તે ડાયાબિટિસને પણ કન્ટ્રોલ કરે છે. ડાયાબિટિશના દર્દીને સ્ટાર્ચવાળા શાક લેવાની સલાહ અપાય છે. ગાજરમાં મોજૂદ ફાઇબર બ્લડ શુગરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. બીટા કેરોટીન ડાયાબિટિસની શક્યતાને ઓછી કરે છે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )