December Travel Destinations: જો આપ વેકેશન માણવાના મૂડમાં હો તો ડિસેમ્બરમાં ફરવા માટે છે 4 સ્થળો ઉત્તમ
December Travel Destinations:જો આપ ડિસેમ્બરમાં વેકેશન માણવાના મૂડમાં હો તો કેટલીક એવી જગ્યા છે. જયાં પહોંચીને આપ અદભૂત કુદરતનો નજારો માણી શકો છો.
December Travel Destinations:જો આપ ડિસેમ્બરમાં વેકેશન માણવાના મૂડમાં હો તો કેટલીક એવી જગ્યા છે. જયાં પહોંચીને આપ અદભૂત કુદરતનો નજારો માણી શકો છો. દેશમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં આ મહિનામાં ફરવું જવું શ્રેષ્ઠ રહેશે. શિયાળાની મોસમનો આ મહિનો રજાઓ પર જવા માટે યોગ્ય છે. તમે ક્રિસમસ પર તમારા પરિવાર, મિત્રો સાથે પ્રવાસ પર જઈ શકો છો.
જો તમે ઇચ્છો તો નવા વર્ષ નિમિત્તે પણ ઘરની બહાર સુંદર જગ્યાએ નવા વર્ષની ઉજવણી કરી શકો છો. દેશમાં દરેક ઋતુ પ્રમાણે અલગ-અલગ સ્થળો છે, ઉનાળાથી શિયાળા સુધી, આ સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે. જો તમે ડિસેમ્બર મહિનામાં ભારતના શ્રેષ્ઠ શિયાળાના સ્થળ પર જવા માંગતા હો, તો તમારી વસ્તુઓ પેક કરો. અહીં અમે તમને દેશના શ્રેષ્ઠ ચાર શિયાળાના સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે આ ડિસેમ્બરમાં જઈ શકો છો.
અરુણાચલ પ્રદેશમાં તવાંગ
ડિસેમ્બરમાં હિમવર્ષા અને ઠંડીનો આનંદ માણવા માટે અરુણાચલ પ્રદેશનું તવાંગ શહેર શ્રેષ્ઠ વિકલ્પ છે. શિયાળામાં જોવા માટે આ એક ઑફબીટ સ્થળ છે. આ સિઝનમાં, બરફથી ઢંકાયેલા પર્વતો અને હિમાલયના મેદાનોનો અદ્ભુત નજારો જોવા મળે છે. જે આપના માટે અવિસ્મણીય બની રહેશે.
ઉત્તરાખંડના બેસ્ટ ડેસ્ટિનેશન
ઉત્તરાખંડમાં પણ ઉત્તરાખંડમાં એવી ઘણી જગ્યાઓ છે જે ઉનાળા અને શિયાળા બંને ઋતુમાં પ્રવાસીઓની પ્રિય છે. પરંતુ ડિસેમ્બરમાં તમે ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં સ્થિત બિંસર શહેરમાં રજાઓ માણી શકો છો. આ નાના હિલ સ્ટેશન પરથી કેદારનાથ અને નંદા દેવી શિખરોનો સુંદર નજારો જોઈ શકાય છે. જે અનુભવ અદભૂત અને અવિશ્મણીય બની રહેશે.
કાશ્મીરનું ગુલમર્ગ
કાશ્મીરનું ગુલમર્ગ શહેર પણ ડિસેમ્બરમાં ટૂર માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. આપ જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ શહેરમાં પણ ફરવા જઈ શકો છો. શિયાળામાં આ પહાડી નગર દેશનું વન્ડરલેન્ડ બની જાય છે. બરફથી ઢંકાયેલી ખીણો, થીજી ગયેલા તળાવો આપને મોહિત કરી દેશે.
મસૂરી બેસ્ટ ડેસ્ટિનેશન
મસૂરી કેમ્પ્ટીફોલ્સ, ગનહિલ વગેરે સ્થળો પણ ડિસેમ્બરમાં જવા માટે ઉત્તમ છે, આપ અહીં ડિસેમ્બરમાં મસૂરીની ટ્રિપ પર પણ જઈ શકો છો. અહી પર્વત પરથી વહેતા ઝરણા અને બરફાચ્છાતિ પર્વત પર પડતાં સૂર્યના કિરણોનો નજારો ખૂબ જ રોમાંચિત કરી દેનાર છે. આ બધા જ પ્રવાસીઓ માટેના ઘણા આકર્ષણો છે. મસૂરીના કુદરતી નજારા કોઇ પણ પ્રકૃતિ પ્રેમી વ્યક્તિનું દિલ જીતી લે છે. ડિસેમ્બરમાં આ ડેસ્ટિનેશનની ટૂર બેસ્ટ એક્સપરિયન્સ આપનાર સાબિત થઇ શકે છે.
ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર
વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ
Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી
40થી વધુ ઉંમરના પુરુષોમાં જો આ 5 લક્ષણો જોવા મળે તો તરત જ તપાસ કરાવવી જોઈએ