(Source: ECI/ABP News/ABP Majha)
Happy Holi 2021: હોળીના પર્વમાં રંગોની સાથે માણો ઠંડાઇની લિજ્જત, જાણો ડ્રિન્કની 2 તાજા રેસિપી
Happy Holi 2021: હોળીના તહેવાર રંગોની સાથે મીઠાઇનું પણ પર્વ છે. તો આ પર્વમાં તાજા મોકટેલની લિજ્જત પણ માણવામાં આવે છે. તો રંગોની મસ્તી સાથે આ ડ્રિન્કની લિજ્જત તાજગી આપે છે અને આજે હોળીના સ્પેશિયલ ડ્રિન્કને આપ ઘરે પણ બનાવી શકો છો. હોળીના આ સ્પેશિયલ ડ્રિન્કની રેસિપી સમજી લઇએ.
Happy Holi 2021: હોળીના તહેવાર રંગોની સાથે મીઠાઇનું પણ પર્વ છે. તો આ પર્વમાં તાજા મોકટેલની લિજ્જત પણ માણવામાં આવે છે. તો રંગોની મસ્તી સાથે આ ડ્રિન્કની લિજ્જત તાજગી આપે છે અને આજે હોળીના સ્પેશિયલ ડ્રિન્કને આપ ઘરે પણ બનાવી શકો છો. હોળીના આ સ્પેશિયલ ડ્રિન્કની રેસિપી સમજી લઇએ.
તાજા મોકટેલ હોળીના ઉત્સવનો મહત્વનો હિસ્સો છે. કોલ્ડ ડ્રિન્કમાં ઠંડાઇ સૌનો પસંદગીનો વિકલ્પ છે. ચા અને કોફી સદાબહાર પીણા છે પરંતુ જો કંઇ જુદુ જ ટ્રાય કરવાની ઇચ્છા હોય તો મોકટેલથી તરસ છીપાવી શકાય છે. જો કે આ સિવાય કેટલાક અન્ય ડ્રિન્ક પણ છે. જેના વિના હોળીનું સેલિબ્રેશન અધુરૂં છે. તો હોળીના ઉત્સવને રંગીનની સાથે સ્વાદિષ્ટ બનાવવા માટે આ રેસિપી જરૂર ટ્રાય કરો.
હોળીના ઉત્સવને ધ્યાનમાં રાખીને દિપના આનંદે બે ડ્રિન્કની રેસિપી આપના તહેવારના ઉત્સવને આગળના લેવલ પર લઇ જવા માટે શેર કરી છે. જેમાં એક મેંગો લસ્સી છે, તો બીજી લીંબુ પાણીની રેસિપી છે. મેંગો લસ્સી લોકપ્રિય યોગર્ટથી બનેલ ડ્રિન્ક છે. આ રેસિપી મૂળ પંજાબી છે. આ લસ્સી દહીમાં પાણી મિક્સ કરીને બનાવાય છે. બીજી રેસિપી લીબું પાણીની છે, જે મુખ્ચ ગુજરાના શહેર સુરતની છે. ઉત્તર ભારતમાં લીબુના જ્યુસની શિકંજી પણ બનાવાય છે. આ રેસિપી એનર્જી અને તાજગીથી ભરી દેનાર છે.
મેંગો લસ્સી બનાવવાની સામગ્રી
- 260 ગ્રામ કેરીનો અર્ક
- 300 ગ્રામ ગ્રીક યોગાર્ટ
- 5 ચમ્મચી ખાંડ
- 15થી 20 બરફના ટૂકડાં
- 420 મિલીમીટર પાણી
- ફુદીનાના પાન
મેંગો લસ્સી બનાવવાની રીત
બધી જ સામગ્રીને એક જગમાં એકઠી કરી લો અને ત્યારબાદ તેમાં બ્લેન્ડર કરીને મિક્સ કરી દો. જો જરૂર પડે તો બરફ સામેલ કરો. ફુદીનાના પાન અને રૂહ અફજાથી તેને ગાર્નિશ કરો.
લીંબુ પાણીની રેસિપી
- 160 મિલી ચાસણી
- 5 નંગ લીંબુ
- 15-18 ફુદીનાના પાન
- 8-10 બરફના ટૂકડાં
- 950 મિલીલિટર પાણી
- અડધી ચમચી મરી પાવડર
- ચાટ મસાલો અડધી ચમચી
- અડધી ચમચી સિંધાલૂં
લીંબુ પાણી બનાવવાની રીત
સૌથી પહેલા 150 મિલીલિટર પાણીમાં 130 ગ્રામ ખાંડ નાખીને તેની ચાસણી બનાવી લો. લીંબુનો રસ કાઢી લો અને તેમાં ચાટ મસાલા, મરી, ફુદીનાના પાન, બરફના ટૂકડાં નાખો ત્યારબાદ પાણી અને ચાસણી ઉમેરો અને ગ્લાસમાં નાખીને ગાર્નિશ કરીને સર્વ કરો.