શોધખોળ કરો
Advertisement
શું તમે જાણો છો આ ખાદ્ય પદાર્થોની ક્યારેય એક્સપાયરી ડેટ નથી આવતી ?
ભારતમાં પરંપરાગત રીતે અનાજ અને બીજી આવશ્યક ચીજવસ્તુનો લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે છે.
ભારતમાં પરંપરાગત રીતે અનાજ અને બીજી આવશ્યક ચીજવસ્તુનો લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે છે. કેટલાંક ખાદ્ય પદાર્થ એવા છે કે જેની ક્યારેય એક્સ્પાયરી ડેટ આવતી નથી. અહીં આવા સદા બહાર ફૂડની માહિતી આપવામાં આવી છે.
પોલિશ્ડ રાઇસ
વિવિધ અભ્યાસમાં બહાર આવ્યું છે કે વ્હાઇટ કે પોલિશ્ડ રાઇસના પોષક તત્વો અને ફ્લેવર 30 વર્ષ સુધી જળવાઈ રહે છે. જોકે તે માટે તેને 40 ડિગ્રીથી ઓછા તાપમાનમાં ઓક્સિવન વગરના કેન્ટેનરમાં રાખવા પડે છે. જોકે બ્રાઉન રાઇસનો માત્ર છ મહિના સુધી સંગ્રહ કરી શકાય છે, કારણ કે તેના બ્રાન લેયરમાં નેચરલ ઓઇલ હોય છે.
મધ
મધ એવું એકમાત્ર ખાદ્ય પદાર્થ છે કે જેને સદા બહાર કરવામાં આવે છે. તેની જાદૂઈ કેમિસ્ટ્રી અને મધમાખાની કળાને કારણે તે ક્યારેય બગડતું નથી. ફૂલોના પરાગરજ અને મધમાખીના એન્ઝાઇમ્સના મિશ્રણથી સિમ્પલ શ્યૂગર બને છે. મધમાખીના પાંખના પવન અને એન્ઝાઇમને કારણે એવું પ્રવાહી બને છે કે જે એસિડિક હોય છે અને તેમાં મોઇશ્ચરનું પ્રમાણ ઓછું હોય છે. તેથી બેક્ટેરિયાની વૃદ્ધિ અટકે છે.
મીઠું
સોડિયમ ક્લોરાઇડ એક કુદરતી મિનરલ છે. તેથી તે સદાને માટે ટકી રહે છે. ભારતમાં વર્ષોથી બીજા ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે મીઠાનો ઉપયોગ થાય છે, કારણ કે મોઇશ્ચરને દૂર કરે છે. જોકે તમારા રસોડામાં રહેલું મીઠું સદા બહાર નથી. આયોડિનના મિશ્રણથી તેનું આયુષ્ય ઘટે છે. તેથી આયોડિન સાથેના મીઠાનો માત્ર પાંચ વર્ષ માટે સંગ્રહ કરી શકાય છે.
સોયા સોસ
સોયા સોસનો પણ લાંબો સમય સંગ્રહ કરી શકાય છે. જોકે તેનો આધાર તેમાં ઉમેરવામાં આવેલા મિશ્રણો છે. જો ખુલ્લામાં રાખવામાં ન આવે તો સોયા સોસનો પોષક તત્વો અને ફ્લેવર લાંબા સમય જળવાઈ રહે છે. સોયા સોસની બોટમ ખોલવામાં આવ્યા બાદ પણ સોલ્ટી કન્ડિમેન્ટને કારણે તે તમારા ફ્રિજમાં લાંબો સમય ટકી શકે છે.
પાવડર મિલ્ક
પાવડર મિલ્કનો સ્વાદ બદલાઈ શકે છે, પરંતુ તેનો લાંબો સમય સંગ્રહ કરી શકાય છે. લાંબા સમય સુધી ટકી રહેવાના ગુણધર્મને કારણે પાવડર મિલ્કની લોકપ્રિયતા છે. તાજાં દૂધ કરતાં તેનો સંગ્રહ કરવાનું પણ સરળ છે.
ખાંડ
ખાંડના સંગ્રહ માટે ઉપયોગમાં લેવામાં આવેલી સ્ટોરેજ મેથડ મહત્ત્વનો ભાગ ભજવે છે. પાવડર અને દાણાના સ્વરૂપમાં રહેલી ખાંડને એરટાઇટ કન્ટેનરમાં રાખવાથી મોઇશ્ચરને દૂર રાખી શકાય છે.
હાર્ડ લિકર
હાર્ડ લિકર પણ લાંબો સમય ટકી રહે છે. ઓક્સિડેશનને કારણે તેના સ્વાદમાં ફેરફાર થાય છે. ખુલ્લી બોટમાં પાષ્પીભવનની પણ અસર થાય છે, પરંતુ શરાબ સેવન માટે ત્યાં સુધી ઓકે છે જ્યાં સુધી તમારી સાથે તેને કોઇ પીનાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement