(Source: ECI/ABP News/ABP Majha)
લૂ લાગી હોય તો કાચી કેરીનું આ રીતે કરો સેવન, હિટ સ્ટ્રોકથી થતી પરેશાનીથી મળશે છૂટકારો
હાલ કાચી કેરીની સિઝન ચાલી રહી છે. મોટાભાગના લોકો કાચી કેરીના સ્વાદના દિવાના હોય છે અને લોકો કાચી કેરીનું સેવન ખૂબ જ શોખથી કરે છે, પરંતુ તમને જણાવી દઈએ કે, સ્વાદની સાથે તે ગુણકારી પણ છે અને અનેક બીમારીઓના જોખમને દૂર રાખે છે
Summer health tips:હાલ કાચી કેરીની સિઝન ચાલી રહી છે. મોટાભાગના લોકો કાચી કેરીના સ્વાદના દિવાના હોય છે અને લોકો કાચી કેરીનું સેવન ખૂબ જ શોખથી કરે છે, પરંતુ તમને જણાવી દઈએ કે, સ્વાદની સાથે તે ગુણકારી પણ છે અને અનેક બીમારીઓના જોખમને દૂર રાખે છે. કાચી કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વાસ્તવમાં કાચી કેરીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે જેમ કે વિટામિન સી, વિટામિન એ, વિટામિન ઈ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઈબર વગેરે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેનાથી સ્વાસ્થ્ય તો સારું રહે છે સાથે જ પેટ સંબંધિત તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે. એટલું જ નહીં પરંતુ ફળોના રાજા કેરીને સ્વાદ અને પોષક તત્વોની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કાચી કેરીનું સેવન ચોક્કસ કરવું જોઈએ. જાણીએ
હીટસ્ટ્રોકથી બચાવે છે
કાચી કેરીમાં કેટલાક તત્વો સામેલ છે, જે હીટસ્ટ્રોકથી બચાવવા માટે ફાયદાકારક સાબિત થાય છે. એટલું જ નહીં પરંતુ કાચી કેરીનું સેવન શરીરમાં પાણીના પુરવઠા માટે પણ સારું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ખાસ કરીને ઉનાળામાં કાચી કેરીનું સેવન ચોક્કસપણે કરો.
સુગર લેવલ ઓછું કરે છે
ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ માટે આ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં કાચી કેરીમાં કેટલાક એવા તત્વો હોય છે જે શરીરમાં શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. એટલું જ નહીં, પરંતુ તેમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે, જે કોઈપણ શરીરમાં આયર્નની સપ્લાયને પૂર્ણ કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીએ કાચી કેરીનું સેવન કરવું જ જોઈએ.
એસિડિટી દૂર કરે છે
કંઈક મસાલેદાર ખાવાથી પેટમાં ગેસ બનવા લાગે છે. આવી સ્થિતિમાં એસિડિટી દૂર કરવા માટે કાચી કેરીને મરી ભભરાવી ખાવાથી રાહત મળે છે. એટલું જ નહીં કાચી કેરી વજન ઘટાડવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
કાચી કેરીમાં આવા ઘણા તત્વો હોય છે જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને મજબૂત બનાવે છે. આવી સ્થિતિમાં ઉનાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે કાચી કેરીનું સેવન અવશ્ય કરો.
અન્ય સમસ્યાઓમાં રાહત
કાચી કેરી ખાવાથી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. ઝાડા,અપચો,હેમોરહોઇડ,મરડો,કબજિયાત,એસિડિટી,કાચી કેરીનું સેવન ઉપકારક છે.
કેટલું ખાવું જોઈએ
જો કે એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં 100 થી 150 ગ્રામ કાચી કેરીનું સેવન કરવું જોઈએ, પરંતુ જેમને ડાયાબિટીસ, હાઈપરટેન્શન વગેરેની સમસ્યા હોય તેમણે માત્ર 10 ગ્રામ સુધી જ સેવન કરવું જોઈએ.