Health Tips: કોરોનાની મહામારીમાં આ ફળોને ડાયટમાં સામેલ કરી વધારો રોગપ્રતિકારકશક્તિ, આ ફ્રૂટસ છે સુપર ઇમ્યુનિટી બૂસ્ટર
કોરોનાની મહામારીમાં હાલ લોકો તેમની ઇમ્યૂન સિસ્ટમને લઇને ખૂબ જ સજાગ થઇ ગયા છે. મહામારીના આ સમયમાં તંદુરસ્ત રહેવા માટે સૌથી મોટું રક્ષાક્વચ સ્ટ્રોન્ગ ઇમ્યુન સિસ્ટમ છે. તો જાણીએ કયા ફળો ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે.
Health Tips:કોરોનાની મહામારીમાં હાલ લોકો તેમની ઇમ્યૂન સિસ્ટમને લઇને ખૂબ જ સજાગ થઇ ગયા છે. મહામારીના આ સમયમાં તંદુરસ્ત રહેવા માટે સૌથી મોટું રક્ષાક્વચ સ્ટ્રોન્ગ ઇમ્યુન સિસ્ટમ છે. તો જાણીએ કયા ફળો ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે.
જો આપને વારંવાર શરદી થઇ જતી હોય. વારંવાર આપ બીમાર પડતા હો. કોઇને કોઇ બીમારી આપને ઘેરાયેલી રહેતી હોય તો સમજી લો કે આપની ઇમ્યૂન સિસ્ટમ નબળી છે. હાલ મહામારીના સમયમાં ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ રાખવી અનિવાર્ય બની ગયું છે. તો ચાલો જાણીએ કે ડાયટમાં કેવા ફૂડને સામેલ કરવાથી ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ બને છે.
સંતરા
વિટામીન-“સી’થી ભરપૂર સંતરા, સંતરા એક ઇમ્યુનિટી બૂસ્ટર ફળ છે. સંતરા શરીરના ઇન્ફેકશનને ઝડપથી દૂર કરે છે. રક્તસંચારને વધારે છે. સંતરામાં એવા ગુણો છે કે, તે ઘાતક કેન્સર જેવા રોગથી પણ દૂર રાખે છે.
અંગૂર
લીલા અને કાળા અંગૂર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તે નસોના સંકોચનથી બચાવે છે. અંગૂરમાં અન્થોસાઇનિન્સની વધુ માત્રા હોય છે. અંગુરમાં પણ એન્ટી કેન્સર ગુણો છે. અંગુરનું સેવન રોગપ્રતિકારક શક્તિ વઘારે અને શરીરને ઇન્ફેકશનથી દૂર રાખે છે.
તરબૂચ
તરબૂચ ગરમીની સિઝન માટે તો અમૃત ફળ છે. તેમાં ભરપૂર માત્રામાં લાઇફોપેન મળી આવે છે. તરબૂચ પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઓછું કરે છે. તરબૂચનું સેવન પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં બૂસ્ટરનું કામ કરે છે.
કેળા
કેળા ઇન્સ્ટન્ટ એનર્જી આપતું ફળ છે. કારણ કે એક કેળું ખાઇ લેવાથી તરત જ એનર્જી મળે છે. તેમાં ત્રણ પ્રકારની પ્રાકૃતિક શર્કરા ગ્લુકોઝ, સુક્રોજ, ફ્રક્ટોજ હોય છે. તેમાં સામેલ ભરપૂર ફાઇબર કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. કેળાનું સેવન ડિપ્રેશન, એનીમિયા અને અલ્સરમાં ઉપકારક છે.
બેરીઝ
બધી જ બેરીઝ રોગપ્રતિકારકશક્તિ વધારવામાં ઉપકારક છે. સ્ટ્રોબેરી, બ્લૂબેરી, વગેરે બેરીઝમાં વિટામીનનો સારો સ્ત્રોત છે. બેરીઝમાં ફાઇટોકેમિકલ્સ જેવા તત્વ છે. જે શરીરને બીમારીથી દૂર રાખે છે. સ્ટોબેરીમાં એન્ટી કેન્સરના ગુણો છે. સ્ટ્રોબેરીના સેવનથી ડિપ્રેશન વીકનેસની ફરિયાદ દૂર થાય છે.