Health: શું આપ મસલ્સ પાવર બૂસ્ટ કરવા માટે પ્રોટીન પાવડરનું સેવન કરો છો.તો સાવધાન,જાણો નુકસાન
Health:શું રોક-સોલિડ એબ્સ અને બાઈસેપ્સ અને 8 પેક એબ્સ સેટ બનાવવા એક મોટું કામ છે? સુડોળ બોડી ધરાવતા અને જિમ જતાં લોકો આ વાતથી સહમત હશે.
Health: પ્રોટીન જરૂરિયાતોને પહોંચી વળવા માટે યોગ્ય સપ્લિમેન્ટસ શોધી રહ્યાં છો? નકલી બોડી-બિલ્ડિંગ સપ્લિમેન્ટ્સ દેશમાં પહેલા કરતા વધારે વધી રહ્યા છે, જેનો શ્રેય ભારતના ગ્રે માર્કેટને જાય છે.
આનો અર્થ એ છે કે, જે બોડી બિલ્ડીંગના શોખીનો પ્રોટીન પાઉડર પર હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે તે વ્યર્થ છે કારણે કે આ પાવડર અનેક રીતે નુકસાનકારક છે. કારણ કે આ પાવડરમાં અનેક હાનિકારક તત્વો હોય છે.
ખાંડ અને કેલરી
કેટલાક પ્રોટીન પાઉડરમાં વધુ માત્રામાં ખાંડ હોય છે. જે વજનમાં વધારો અને બ્લડ સુગર લેવલેન પણ પ્રભાવિત કરે છે.
પાવડરમાં વધુ વિષયુક્ત તત્વો
પ્રોટીન પાવડરમાં ભારે ધાતુઓ, બિસ્ફેનોલ-એ, જંતુનાશકો અને અન્ય હાનિકારક તત્વો હોઈ શકે છે.
વધુ પ્રોટીન
પ્રોટીનની અનુસંસિત માત્રાથી વધુ સેવન કરવાથી તમારા હાડકાં, કિડની અને લીવર પર ખરાબ અસરો થઇ શકે છે.
હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે
આ પ્રોટીન પ્રાવડરના અતિરેક સેવનથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે, તમે પ્રોટીન સપ્લિમેન્ટ્સ વિના પણ, નેચરલ સોર્સ દ્રારા પ્રોટીન મેળવી શકો છો. જેમકે કઠોળ, ફળો, બદામ અને સોયા ઉત્પાદનોથી સમૃદ્ધ સંતુલિત, પૌષ્ટિક આહાર ખાઈને સ્નાયુ બનાવી શકો છો.
વજન વધવાનું કારણે
જો પ્રોટીન પાવડર વધારે માત્રામાં લેવામાં આવે તો તે તમારું વજન વધારી શકે છે. તેનાથી તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે. આ ચરબી દિવસે દિવસે જમા થતી જાય છે, જેના કારણે તમારું વજન ઝડપથી વધવા લાગે છે.
બીપી લો
જે લોકો પહેલાથી જ લો બ્લડ પ્રેશરના દર્દીઓ છે તેમણે આ સપ્લિમેન્ટસને અવોઇડ કરવું જોઇએ. કારણ કે, આ પ્રોટીન પાવડર લો બીપીનું કારણ બની શકે છે.
લોહીમાં એસિડની માત્રામાં વધારો
જો તમે આ સપ્લિમેન્ટનું યોગ્ય રીતે સેવન નથી કરતા તો આડઅસરનો સામનો કરવો પડી શકે છે. આ એવી સ્થિતિ છે. જ્યારે લોહીમાં કીટોન્સ વધારે છે. જો શરીરમાં ચરબી ઓછી હશે તો તે પ્રોટીનને ઊર્જામાં રૂપાંતરિત કરી શકશે નહીં અને તે જ રીતે લોહીમાં કીટોન્સનું સ્તર વધવા લાગશે. એટલે કે લોહીમાં એસિડનું સ્તર વધે છે.
પેટમાં ગરબડ
પ્રોટીન પાવડરનું વધુ સેવન પાચન તંત્ર પર પણ વિપરિત અસર સર્જે છે. જેના કારણે અપચો, પેટમાં દુખાવો, પેટ ફુલવું, સોજા જેવી સમસ્યાનો સામનો કરવો પજી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )