(Source: ECI/ABP News/ABP Majha)
fenugreek water :મેથીના પાણીનું સેવન આ રીતે કરવાથી એક મહિનામાં ઉતરે છે વજન
મેથીદાણમામાં લગભગ દરેક રોગને ખતમ કરવાની ક્ષમતા છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ભોજને સુપાચ્ય બનાવવા માટે થાય છે. મેથી વ્યંજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
fenugreek water :મેથીદાણમામાં લગભગ દરેક રોગને ખતમ કરવાની ક્ષમતા છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ભોજને સુપાચ્ય બનાવવા માટે થાય છે. મેથી વ્યંજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
મેથીના બીજ વિટામીન, ખનીજથી ભરપૂર હોય છે. મેથીના દાણા ત્વચા અને વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. મેથીની સબ્જી સિવાય પણ પણ રસોઇમાં મેથીનો વધુમાં વધુ ઉપયોગ કરો તો તે ફાયદાકારક છે. મેથીના પાણીનું સેવન પણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.
મેથીનું પાણી પીવાનો લાભ
જો આપ એક મહિના સુધી મેથીના પાણીનું સેવન કરો છો તો તે આપનું વજન ઉતારવામાં સહાયક થાય છે. એક શોધ મુજબ મેથીનું પાણી કોલેસ્ટ્રોલ લેવલને પણ ઘટાડે છે.
સાંધાનો દુખાવો
મેથી એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફલામેન્ટરીના ગુણો હોય છે. જેના કારણે તે ગઠિયા વામાં પણ ઔષધનું કામ કરે છે.
વાળ માટે ફાયદાકારક
મેથીમાં એવા પોષક તત્વો હોય છે વાળને કાળા અને હેલ્થી બનાવી રાખવામાં મદદ કરે છે. તેનાથી ડનર્ફની સમસ્યા પણ જળમૂળમાંથી દૂર થાય છે.
પાચન સુધારે છે
મેથીનું પાની શરીરમાં હાનિકારક ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. તે આપને પાચન સંબંધિત સમસ્યા સામે લડવામાં મદદરૂપથાય છે. તે કબજિયાતની સમસ્યાથી પણ રાહત આપે છે.
ડાયાબિટીસના દર્દી માટે કારગર
ડાયાબિટિસના દર્દી માટે મેથી ખૂબ ઉપયોગી છે. મેથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવમાં મદદ કરે છે. મેથીના બીજમાં અમીનો એસિડ હોય છે. જે શરીરમાં બ્લડ શુગર લેવલને બનાવી રાખે છે.
પથરીના ઇલાજમાં મદદગાર
મેથીનું સેવન પથરીના ઇલાજમાં મદદ કરે છે. મેથીના બીજ કિડનીના સ્વાસ્થ્યને ઉત્તમ બનાવવામાં મદદ કરે છે.
કેન્સરથી બચાવ
મેથીમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર મળે છે. જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં સહાયક બને છે. મેથીના સેવનથી ખાસ કરીને પેટના કેન્સરથી બચાવ થાય છે.
બ્લડપ્રેશરને નિયંત્રિત રાખે છે
મેથીમાં ગેલેક્ટોમેનન નામનો કમ્પાઉન્ડ અને પોટેશિયમ હોય છે. જે બ્લડ પ્રેશને નિયંત્રિત કરવામાં કારગર છે.
મેથીનું પાણી તૈયાર કરવાની રીત
એક બાઉલમાં મેથીના દાણા લો, આ દાણાને થોડા શેકી લો. શેકયા બાદ મિક્સરમાં તેનો બારીક પાવડર બનાવી લો, એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી મેથીનો પાવડર નાખો, રોજ સવારે તેનું સેવન કરો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )