Weight Gain: શું આપ ખૂબ જ દુબળા પાતળા છો? તો વજન વધારવા આ સુપર ફૂડને ડાયટમાં કરો સામેલ
કેટલાક લોકો ઓવર વેઇટના કારણે પરેશાન હોય છે તો કેટલાક ખૂબ જ દુબળા પાતળા હોવાથી તેના લૂકને લઇને ચિંતિત હોય છે અને વજન વધારવા માટે પ્રયાસ કરે છે પણ વજન વધતું નથી. જો કે ડાયટમાં ફેરફાર કરીને ગૂડ ફેટને વધારી શકાય છે.
Weight Gain:પ્રોટીનયુક્ત ફૂડ વજન વધારવામાં ખૂબ મદદરૂપ છે. જો આપનું શરીર ખૂબ જ દુબળું પાતળું છે તો આપ પ્રોટીન યુક્ત ફૂડને ડાયટમાં સામેક કરી શકો છે. જે ગૂડ ફેટ વઘારશે
કેટલાક લોકો ખૂબ જ જાડા હોય છે, કેટલાક ખૂબ પાતળા હોય છે. આ બંને લોકો માટે શરીરને આકારમાં લાવવા માટે, યોગ્ય આહાર પસંદ કરવો જરૂરી છે. આજે આ લેખમાં, અમે તે સુપરફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા ખૂબ જ પાતળા લોકો હેલ્થી રીતે વજન વધારી શકે છે. પ્રોટીનયુક્ત ખોરાક વજન વધારવામાં ખૂબ જ મદદ કરે છે.
પ્રોટીન ફૂડમાં સોયાબીનનું નામ સૌથી પહેલા આવે છે. પ્રોટીન ઉપરાંત તેમાં મિનરલ્સ, વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન એ જેવા પોષક તત્વો મળી આવે છે. વજન વધારવા માટે આ એક સસ્તો ઉપાય છે.
વજન વધારવા માટે તમારે તમારા આહારમાં અખરોટનો સમાવેશ કરવો જોઈએ. વજન વધારવાની આ એક સારી રીત છે. વજન વધારવા માટે તમે ખજૂર અને ચણા પણ ખાઈ શકો છો, તેનાથી શરીરની નબળાઈ સરળતાથી દૂર થાય છે.
દહીં તમને વજન વધારવામાં પણ મદદ કરશે. આમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધુ હોય છે. દહીંમાં પ્રોબાયોટીક્સ પણ હોય છે જે પાચનતંત્રને સુધારે છે અને શરીરમાં પ્રોટીનને જમા થવા દેતું નથી.
વજન વધારવા માટે ઇંડા પણ શ્રેષ્ઠ સુપરફૂડ છે. તમે દરરોજ નાસ્તામાં 2 થી 3 ઈંડા ખાઈ શકો છો. આનાથી તમારા શરીરમાં ગૂડ ફેટ વધે છે.
શતાવરીનું દૂધ પણ તમારા માટે સારું છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે જે તમારું વજન સ્વસ્થ રાખે છે. આ સિવાય તમે આહારમાં કેળા પણ લઈ શકો છો. તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ડાયેટરી ફાઇબર, થિયામીન, ફોલેટ, નિયાસિન, વિટામિન કે, વિટામિન ઇ, વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, ઝિંક, સેલેનિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.
દૂધમાં કિસમિસ મિક્સ કરીને પી શકો છો. તેનાથી ગૂડ ફેટ વધશે. દૂધ સાથે મધ પણ તમારું વજન વધારવામાં મદદ કરશે. તમે વજન વધારવા માટે પણ તેનું સેવન કરી શકો છો. તેમાં કોપર, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )