તમને હાર્ટ એટેક આવશે કે નહી તેની માહિતી ત્રણ વર્ષ પહેલાં જ મળી જશે, વૈજ્ઞાનિકોએ કરી શોધ
અત્યારના સમયમાં ફક્ત વૃદ્ધ વ્યક્તિઓ જ નહી પણ યુવાન લોકો પણ હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે. હવે વૈજ્ઞાનિકોએ એવો ટેસ્ટ શોધ્યો છે જેનાથી 3 વર્ષ પહેલાં જ તમને ખબર પડી જશે કે તમને હાર્ટ એટેક આવશે કે નહી.
અત્યારના સમયમાં હ્રદયની બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે. હવે ફક્ત વૃદ્ધ વ્યક્તિઓ જ નહી પણ યુવાન લોકો પણ હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે. હાર્ટ એટેક એ એવી સમસ્યા છે જેનાથી ઘણાં લોકોનાં ઝડપથી મોત થાય છે. અત્યાર સુધી કોઈ વ્યક્તિને હાર્ટ એટેકનું જોખમ છે કે નહી તેની માહિતી મળતી નહોતી. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ એવો ટેસ્ટ શોધ્યો છે જેનાથી 3 વર્ષ પહેલાં જ તમને ખબર પડી જશે કે તમને હાર્ટ એટેક આવશે કે નહી. આ શોધથી હાર્ટ એટેકથી થનારા મોતની સંખ્યામાં ઘણો ઘટાડો થશે અને તેનો ઈલાજ પણ ઝડપથી શક્ય બનશે.
કઈ રીતે મળશે માહિતીઃ
આ સંશોધન માટે વૈજ્ઞાનિકોએ હાર્ટ એટેકના પૂર્વ પીડિતોના સી-રિએક્ટિવ પ્રોટિનની તપાસ કરી છે. આ એક એવો સંકેત હોય છે જે, બળતરા (ઈંફ્લેમેશન) વિશે જણાવે છે. વૈજ્ઞાનિકોએ ટ્રોપોનિનો પણ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કર્યો હતો. આ એ પ્રોટિન છે જે હ્રદયને નુકસાન થાય ત્યારે લોહીમાં નિકળે છે. આ ટેસ્ટથી જાણકારી મળશે કે તમારા હ્રદયને નુકસાન થયું છે કે નહી.
રિપોર્ટ જણાવે છે કે, NHSના લગભગ અઢી લાખ રોગીયો હતા જેમનું સીઆરપી લેવલ વધેલું હતું અને ટ્રોપોનિન ટેસ્ટ પણ પોઝિટીવ હતો. આ રોગીયોને ત્રણ વર્ષમાં હાર્ટ એટેકતી મોત થવાની સંભાવના લગભગ 35 ટકા હતી.
વૈજ્ઞાનિકોની આ શોધથી યોગ્ય સમયે દેખરેખ અને બળતરાને રોકતી દવાઓની સલાહ આપીને લાખો લોકોના જીવ બચાવી શકાય છે. ઈંપીરિયલ કોલેજ ઓફ લંડનના ડૉ. રમજી ખમીજે જણાવ્યું કે, આ ટેસ્ટની શોધ એવા સમયે થઈ છે જ્યારે અન્ય ટેસ્ટથી વધારે કમજોરીવાળા લોકોમાં રહેલા આ ખતરાની ઓળખ કરાઈ રહી છે.
આ સ્ટડી માટે ફંડ આપનાર બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના પ્રોફેસર જેમ્સ લીપરે કહ્યું કે, આ ટેસ્ટ ડોક્ટરોની મેડિકલ કિટમાં સમાવેશ થનાર એક મહત્વનું સાધન છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે, દિવસમાં 4 કલાક સુધી સક્રિય રહેનાર લોકોમાં હ્રદય રોગનો ખતરો 43 ટકા સુધી ઘટી જાય છે.
હાર્ટ એટેકના લક્ષણોઃ
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેંશન (CDC)એ હાર્ટ એટેકના ઘણા લક્ષણો જણાવ્યા છે. જેમાં છાતીમાં દુઃખાવો થવો અને બેચેની અનુભવવી ઘણા મહત્વના છે. કમજોરી, જડબા, ગળા કે કમરમાં દુઃખાવો થવો એ પણ મુખ્ય લક્ષણ છે. આ સિવાય બંને હાથોમાં કે ખભામાં દર્દ કે બેચેની થવી એનાથી પણ હાર્ટ એટેકને ઓળખી શકાય છે. શ્વાસ લેવામાં તકલીફ થવી પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )