શોધખોળ કરો

Best Exercise: આ છે એવી બેસ્ટ 5 કસરતો જેના કારણે બૉલીવુડ એક્ટ્રેસ રહે છે એકદમ ફિટ એન્ડ હિટ......

અમે તમને એવા પાંચ વર્કઆઉટ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેનાથી બી-ટાઉનની દિવા પોતાનું વેઇટ લૉસ કરીને ટૉન્ડ બૉડી ફિગર બનાવી રહી છે. જાણો આ તમામ એક્સરસાઇઝ વિશે...... 

Weight Loss Exercise: બૉલીવુડ અભિનેત્રીઓની ફિટનેસનો કોઇ જવાબ નથી  મલાઈકા અરોરાથી લઈને શિલ્પા શેટ્ટી સુધી તમામ હીરોઇનો આજકાલ પોતાની ફિટનેસને લઇને ખુબ ચર્ચામાં છે. દરેક પોતાના ટૉન ફિગર અને શેપ માટે હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રીઓ તેમની ફિટનેસ રૂટિન પણ તેમના ફેન્સ સાથે સોશ્યલ મીડિયા દ્વારા શેર કરે છે. આવામાં અમે તમને એવા પાંચ વર્કઆઉટ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેનાથી બી-ટાઉનની દિવા પોતાનું વેઇટ લૉસ કરીને ટૉન્ડ બૉડી ફિગર બનાવી રહી છે. જાણો આ તમામ એક્સરસાઇઝ વિશે...... 

યોગ - 
શિલ્પા શેટ્ટીથી લઈને મલાઈકા અરોરા સુધી ફિટ રહેવા માટે પોતાની દિનચર્યામાં ચોક્કસપણે યોગ કરે છે. યોગા મલાઈકા અરોરા અને શિલ્પા શેટ્ટીની ફેવરિટ એક્સરસાઇઝ છે. ફિટ રહેવા માટે શિલ્પા ત્રિકોણાસન કરે છે. જ્યારે મલાઈકા સૂર્ય નમસ્કાર, અષ્ટાંગ વિન્યાસ યોગ કરે છે. અભિનેત્રીઓના કહેવા પ્રમાણે, ફિટ રહેવા માટે તમારે કલાકો સુધી યોગ કરવાની જરૂર નથી. જો તમે માત્ર 10 મિનિટ માટે પણ યોગ કરો છો તો તમે પરિણામ મેળવી શકો છો.

પાઇલેટ્સ - 
બૉલીવુડ અભિનેત્રી કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ, જ્હાન્વી કપૂર, આલિયા ભટ્ટ સહિત કેટલીય બૉલીવુડ સેલિબ્રિટીઓ છે, જે પરફેક્ટ શેપ અને ટૉન બૉડી માટે પાઇલેટ્સ કરે છે. આ એક એવી કસરત છે જે શરીરમાં લવચીકતા વધારે છે. આ કસરત દ્વારા તમે સરળતાથી ચરબી ઓછી કરી શકો છો.

બૉક્સિંગ - 
કિયારા અડવાણીથી લઈને રકુલ પ્રીત સિંહ સુધીની હીરોઇનો પોતાને ચરબી મુક્ત રાખવા અને શરીરને મજબૂત બનાવવા માટે બૉક્સિંગ કરે છે. બૉક્સિંગ એ અભિનેત્રીઓની ફિટનેસનું રહસ્ય છે, બોક્સિંગ દરમિયાન તમારું આખું શરીર સખત મહેનત કરે છે. જેના કારણે કેલરી બર્ન થવાની સાથે મસલ્સ પણ મજબૂત થાય છે અને બૉડી ટૉન થવા લાગે છે.

વેઈટલિફ્ટિંગ - 
અનુષ્કા શર્મા વિશે વાત કરીએ તો તેની ફિટનેસ અને ટૉન ફિગરનું રહસ્ય વેઈટ ટ્રેનિંગ અથવા વેઈટલિફ્ટિંગ છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણાબધા ફાયદા થાય છે. તે શરીરમાં સંચિત ચરબી ઘટાડવા અને સ્નાયુઓ બનાવવા માટે સારી રીતે કામ કરે છે. આ હૃદયના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.

સ્વિમિંગ - 
સોનમ કપૂર, સોનાક્ષી સિન્હાથી લઈને દીપિકા પાદુકોણ તેમના રાઉટિંગમાં સ્વિમિંગનો ચોક્કસપણે સમાવેશ કરે છે. આ માત્ર વજન ઘટાડવામાં જ મદદ કરે છે એવુ નથી પરંતુ શક્તિમાં પણ વધારો કરે છે. તરવાથી શરીર અને મન બંને તાજા રહે છે.

Disclaimer: આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી વિધિ, રીતો અને સૂચનો પર અમલ કરતાં પહેલા ડૉક્ટર કે સંબંધિત એક્સપર્ટની સલાહ જરૂર લો. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Trump Warning: યુરોપ પર 25% ટેરિફનો બોમ્બ! ગ્રીનલેન્ડ માટે ટ્રમ્પ જીદે ચડ્યા, 8 દેશોના અર્થતંત્ર પર ખતરો
Trump Warning: યુરોપ પર 25% ટેરિફનો બોમ્બ! ગ્રીનલેન્ડ માટે ટ્રમ્પ જીદે ચડ્યા, 8 દેશોના અર્થતંત્ર પર ખતરો
U19 World Cup: ભારતની બાંગ્લાદેશ સામે રોમાંચક જીત, વૈભવ સૂર્યવંશીએ હવામાં ઉડીને જે કર્યું તે જોઈને ફેન્સ દંગ રહી ગયા
U19 World Cup: ભારતની બાંગ્લાદેશ સામે રોમાંચક જીત, વૈભવ સૂર્યવંશીએ હવામાં ઉડીને જે કર્યું તે જોઈને ફેન્સ દંગ રહી ગયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કઈ પાર્ટીમાં જોડાશે ખજૂરભાઇ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા ફેંક' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : વહેલો ન્યાય, 'સત્યમેવ જયતે'
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 EBCની માંગ બની પ્રબળ
Jamnagar Police : પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરતી પોસ્ટના આરોપમાં 3ની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Trump Warning: યુરોપ પર 25% ટેરિફનો બોમ્બ! ગ્રીનલેન્ડ માટે ટ્રમ્પ જીદે ચડ્યા, 8 દેશોના અર્થતંત્ર પર ખતરો
Trump Warning: યુરોપ પર 25% ટેરિફનો બોમ્બ! ગ્રીનલેન્ડ માટે ટ્રમ્પ જીદે ચડ્યા, 8 દેશોના અર્થતંત્ર પર ખતરો
U19 World Cup: ભારતની બાંગ્લાદેશ સામે રોમાંચક જીત, વૈભવ સૂર્યવંશીએ હવામાં ઉડીને જે કર્યું તે જોઈને ફેન્સ દંગ રહી ગયા
U19 World Cup: ભારતની બાંગ્લાદેશ સામે રોમાંચક જીત, વૈભવ સૂર્યવંશીએ હવામાં ઉડીને જે કર્યું તે જોઈને ફેન્સ દંગ રહી ગયા
IndiGo પર DGCA નો કોરડો: હજારો ફ્લાઈટ્સ રદ કરવા અને નિયમ ભંગ બદલ ₹22 કરોડનો તોતિંગ દંડ
IndiGo પર DGCA નો કોરડો: હજારો ફ્લાઈટ્સ રદ કરવા અને નિયમ ભંગ બદલ ₹22 કરોડનો તોતિંગ દંડ
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
Budget 2026: વિવારે રજા કેન્સલ! 1 ફેબ્રુઆરીએ શેરબજાર આખો દિવસ ચાલુ રહેશે, વાંચો ટાઈમ ટેબલ
Budget 2026: વિવારે રજા કેન્સલ! 1 ફેબ્રુઆરીએ શેરબજાર આખો દિવસ ચાલુ રહેશે, વાંચો ટાઈમ ટેબલ
Embed widget