શોધખોળ કરો

Watermelon: શું ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે? જાણો શું કહે છે નિષ્ણાતો

Hydrating Fruits For Diabetes: તરબૂચમાં કુદરતી શર્કરા હોય છે જે બ્લડ સુગરના સ્તરને અસર કરી શકે છે. આની અસર તમે કેટલું ખાઓ છો તેના પર આધાર રાખે છે.

Can Diabetics Eat Watermelon:  તરબૂચ ઉનાળાનું સૌથી મનપસંદ ફળ છે, પરંતુ જ્યારે ડાયાબિટીસની વાત આવે છે ત્યારે લોકો અવારનવાર મૂંઝવણમાં હોય છે કે શું તે ખાવું સુરક્ષિત છે કે નહીં? નિષ્ણાતો કહે છે કે તરબૂચની સંપૂર્ણ મનાઈ નથી, પરંતુ તેનું પ્રમાણ અને રીતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો તમને જણાવીએ કે તેને ખાતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

શા માટે શુગરના દર્દીઓ માટે નુકસાનકારક હોઈ શકે?

હેલ્થ વિશે માહિતી આપતી વેબસાઇટ healthline ના રિપોર્ટ અનુસાર, તરબૂચમાં કુદરતી શર્કરા હોય છે, જે બ્લડ શુગરને અસર કરી શકે છે. પરંતુ તેની અસર તમે કેટલું ખાઓ છો તેના પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે, એક કપ કાપેલા તરબૂચ (આશરે 152 ગ્રામ) માં લગભગ 9.42 ગ્રામ શુગર અને 11.5 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે, જ્યારે એક મોટી સ્લાઈસ (આશરે 286 ગ્રામ) માં આ માત્રા વધી જાય છે. તેથી હિસ્સા (પોશન) પર કંટ્રોલ રાખવો જરૂરી છે.

શું ડાયાબિટીસના દર્દીઓ તેને ખાઈ શકે છે?

સારી વાત એ છે કે મર્યાદિત માત્રામાં તરબૂચ સંતુલિત આહારનો હિસ્સો બની શકે છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન પણ સલાહ આપે છે કે ડાયાબિટીસના દર્દીઓ તાજા ફળો ખાઈ શકે છે, શરત એટલી કે તેમાં વધારાની શુગર ન હોવી જોઈએ. તરબૂચમાં ફાઈબરની સાથે વિટામિન A, C, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન B6, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે.

આ પણ વાંચો... કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 

તમારા માટે હેલ્ધી

વિટામિન A આંખોના સ્વાસ્થ્ય માટે સારું છે, જ્યારે વિટામિન C રોગપ્રતિકારક શક્તિ વધારવા અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તરબૂચમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવવામાં પણ મદદરૂપ થાય છે. તેમાં લાઇકોપીન નામનું તત્વ પણ હોય છે, જે હૃદય સંબંધિત બીમારીઓના જોખમને ઘટાડી શકે છે અને ડાયાબિટીસના દર્દીઓમાં હાર્ટની બીમારીનું જોખમ આમ પણ વધારે હોય છે.

શરીરને હાઈડ્રેટેડ રાખે છે

તરબૂચનો બીજો ફાયદો તેનું હાઈ વોટર કન્ટેન્ટ છે. તે 90 ટકાથી વધુ પાણીથી ભરપૂર હોય છે, જેનાથી શરીર હાઈડ્રેટેડ રહે છે અને પેટ ભરેલું લાગે છે. આ સાથે તેમાં રહેલ ફાઈબર પાચન સુધારવામાં મદદ કરે છે.

સંતુલનમાં ખાવાની સલાહ

જો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) ની વાત કરીએ તો, તરબૂચનો GI લગભગ 72 હોય છે, જે થોડો વધારે માનવામાં આવે છે. પરંતુ તેનો ગ્લાયસેમિક લોડ ઓછો હોય છે, એટલે કે યોગ્ય માત્રામાં ખાવા પર તે બ્લડ શુગરને બહુ અસર કરતું નથી. આ જ કારણ છે કે નિષ્ણાતો તેની સંપૂર્ણ મનાઈ નથી કરતા, પણ સંતુલનમાં ખાવાની સલાહ આપે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે એ પણ જરૂરી છે કે તેઓ તરબૂચને એકલું વધારે ખાવાને બદલે સંતુલિત ભોજન સાથે લે. આ સાથે સૂકા ફળો કે જ્યુસના બદલે તાજા ફળને વધુ પ્રાધાન્ય આપવું વધુ સારું છે.

Disclaimer: આ માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. તેને તબીબી સલાહના વિકલ્પ તરીકે ન ગણવી. કોઈપણ નવી પ્રવૃત્તિ અપનાવતા પહેલા તમારા ડોક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget