Weight loss Tips: શું ડાયટમાં ખીચડીને સામેલ કરીને વેઇટ લોસ કરી શકાય? જાણો એક્સ્પર્ટની સલાહ
ખીચડીનું નિયમિત સેવનથી શું આપ વેઇટ લોસની પ્રેોસેસને ઝડપી કરી શકો છો. જાણીએ ખીચડીના સેવનના ફાયદા
Weight loss Tips:ખીચડી બેશક એક સાધારણ ભોજન છે. જો કે આપની વજન ઓછું કરવાની પ્રક્રિયામાં ભરપૂર સહયોગ આપે છે. ખીચડી સાદો અને પોષ્ટિક આહાર છે. ખીચડી વજન ઉતારવામાં પણ કારગર છે. આ 5 પ્રકારની ખીચડી છે. જે ઝડપથી આપનું વજન ઉતારે છે. નજર કરીએ આ પાંચ પ્રકારની ખીચડી પર..
ઓટસ: ઓટસ અને સબ્જીથી બનેલી આ ખીચડી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ એટલી જ છે. જે મેગેનિઝ, પ્રોટીન, ફાઇબર,આયરનથી ભરપૂર છે. ફાઇબરથી ધીમું પાચન થાય છે. જેનાથી ક્રેવિંગ રોકાઇ જાય છે.
દાળની ખીચડી: દાળની ખીચડી હાર્ટ પેશન્ટ અને ડાયાબિટીશના દર્દી માટે હિતકારી છે. જેમાં ફાઇબર ભરૂપુર માત્રામાં હોય છે. તે પ્રોટીનથી પણ ભરપુર હોય છે. જે વજન ઉતારવામાં કારગર છે.
બાજરા: બાજરા ખીચડી રાજસ્થાનની મશહૂર ખીચડી છે. બાજરામાં પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, જેવા વિભિન્ન પોષક તત્વોથી ભરપૂર છે. વજન ઘટાડવા માટે આ એક આદર્શ ભોજન છે. જેને પર્લ ખીચડી પણ કહે છે.
મકાઇની ખીચડી: શું આપ જાણો છો. મકાઇના દાણાની મસાલો નાખીને જોરદાર ખીચડી બનાવી શકાય છે. જેમાં આપ ગાજર, બીન્સ વગેરે સબ્જી ઉમેરી શકો છો. મકાઇની ખીચડીમાં ફોસ્ફરસ, જિંક, મેગ્નશ્યિમ, હોય છે. મકાઈના નિયમિત સેવનથી આંખ અને હૃદયને પણ ફાયદો થાય છે.
દલિયાની ખીચડી: આ ખીચડી બનાવવી પણ સરળ છે. જેમાં ફોલેટ, મેગેનિઝ, મેગ્નેશિયમ, આયરન, નિયાસિન, કોપર ભરપૂર માત્રામાં હોય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )