ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક, તેના સેવનથી થાય છે આ ફાયદાઓ
ગાજર અને ગાજરનો રસ બંને સ્વાસ્થ્ય માટે ટોનિક સમાન છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન ફાયદાકારક છે. ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે.
ગાજર અને ગાજરનો રસ બંને સ્વાસ્થ્ય માટે ટોનિક સમાન છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન ફાયદાકારક છે. ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા કેરોટીન, વિટામીન A, K, C, B6, E, ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ અને કોપર સહિતના ઘણા તત્વો જોવા મળે છે. આ જ્યુસનું સેવન કરવાથી આંખોથી લઈને હૃદય સુધીનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. બીટા-કેરોટીન અને વિટામિન એ મજબૂત એન્ટી-ઓક્સીડેન્ટ છે, જે કોષોને નુકસાન થવાથી બચાવે છે અને ઘણા રોગોના જોખમને પણ દૂર કરે છે.
આંખો માટે ખૂબ જ ફાયદાકારક
ગાજર આંખો માટે ખૂબ જ હેલ્ધી છે. તેમાં જોવા મળતા કેરોટીનોઈડ્સ જેવા કે લ્યુટીન, ઝેક્સાન્થિન લેન્સ અને રેટિનાને સુરક્ષિત કરે છે. આ સાથે જ તે બ્લૂ લાઈટને એબ્જોર્વ કરવાથી પણ રોકે છે. બીટા-કેરોટીન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે અને આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ગાજર ખાવાથી અથવા તેનો રસ પીવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી બચી શકાય છે. ગાજરમાં વિટામિન E અને એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે, જેના કારણે હૃદય રોગનો ખતરો નહિવત છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આજથી જ તમારા આહારમાં ગાજરનો રસ સામેલ કરો. વિટામિન સીની હાજરીને કારણે, તે શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારવાનું કામ કરે છે.
પ્રેગ્નન્સી દરમિયાન ફાયદાકારક
જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો હેલ્થ એક્સપર્ટ તેને ગાજરનો રસ પીવાની સલાહ આપે છે. ગાજરમાં ફાઈબર મળી આવે છે, જે કબજિયાતને અટકાવે છે અને ડાયાબિટીસને રોકવામાં પણ મદદ કરી શકે છે. ફાઈબર પણ વધુ પડતું વજન વધવા દેતું નથી.
કેન્સરનું જોખમ ઓછું
ગાજરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ઘણા પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે. જો ગાજરનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટના કેન્સરનો ખતરો દૂર થઈ શકે છે. તેમાં રહેલા કેરોટીનોઈડ્સ બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
Hair Tips: તમારા વાળને લાંબા અને ચમકદાર કરવા લગાવો ડુંગળીનો રસ, થશે આ ફાયદાઓ
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )