Cauliflower For Health: જો આપ આ રોગથી પીડિત હો તો, ભૂલથી પણ ખાશો ફલાવર, જાણી લો નુકસાન
Cauliflower For Health:કોબીજનું શાક શિયાળામાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ કોબીજ વધુ ખાવાથી તમારા માટે સમસ્યા પણ થઈ શકે છે.
ફૂલકોબીની આડઅસર: ફૂલકોબી શિયાળાનું ઉત્તમ અને સ્વાદિષ્ટ શાક મનાય છે. લોકો કોબીજના શાક સાથે, પરાઠા કે તેનાથી બનેલી બીજી ઘણી વાનગીઓ પસંદ કરે છે. જો કે ફૂલકોબી વધુ ખાવાથી ગેસ અને પાચન સંબંધી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. જો કે કેટલાક રોગોમાં કોબીજ બિલકુલ ન ખાવી જોઈએ. તેનાથી તમારી પરેશાની વધી શકે છે. ફૂલકોબીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ મોટી માત્રામાં હોય છે. કોબીજમાં વિટામિન A, B, C અને પોટેશિયમ પણ જોવા મળે છે. આ તમામ પોષક તત્વો સ્વસ્થ માણસના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તમને થાઈરોઈડ, પેટની સમસ્યા કે પથરી હોય તો તમારે કોબીજ ખાવાનું ટાળવું જોઈએ.
પાચનમાં મુશ્કેલી
કોબીજ ખાવાથી ગેસની સમસ્યા થવા લાગે છે. તેમાં રેફિનોઝ હોય છે, જે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે. તે કુદરતી રીતે શાકભાજીમાં હોય છે, પરંતુ શરીર તેને તોડી શકતું નથી. આવી સ્થિતિમાં એસિડિટીની સમસ્યા વધી જાય છે. જો તમને પેટની સમસ્યા હોય તો તમારે કોબીજ ન ખાવી જોઈએ.
થાઈરોઈડની બીમારી
જે લોકોને થાઈરોઈડની સમસ્યા હોય તેમણે કોબીજનું સેવન ન કરવું જોઈએ. આ કારણે T3 અને T4 હોર્મોન્સ વધવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં તમારે ફલાવરને અવોઇડ કરવા જોઇએ.
પથરીની સમસ્યા
જો તમને પથરીની સમસ્યા છે, પિત્તાશય અથવા કિડનીમાં પથરી છે, તો કોબીજ, ફલાવરનું સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે. ફૂલકોબીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેના સેવનથી યુરિક એસિડની સમસ્યા વધી શકે છે. જો આપને યુરિક એસિડ વધવાની સમસ્યા હોય તો પણ આપને ફલાવર કોબીજ ખાવાનું ટાળવું જોઈએ.
અન્ય સમસ્યાઓ
ફૂલકોબીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે કોબીજનું વધુ સેવન કરો છો, તો તમારું લોહી ધીમે ધીમે ઘટ્ટ થવા લાગે છે. તમારે ડૉક્ટરની સલાહ લીધા પછી જ કોબીજનું સેવન કરવું જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )