શોધખોળ કરો

શું તમને વારંવાર ઉધરસ આવે છે? તો અવગણશો નહી, ગંભીર રોગનો સંકેત હોઈ શકે છે

જો કોઈ વ્યક્તિને વારંવાર ઉધરસ આવે છે અથવા ઉધરસ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી રહે તો તે કોઈ ગંભીર રોગની નિશાની હોઈ શકે છે.

Frequent cough: ઉધરસ એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. ઉધરસ કોઈને પણ થઈ શકે છે. ઘણી વખત કોઈપણ ચેપ અથવા હવામાનમાં ફેરફારને કારણે ઉધરસ થાય છે અને તેના માટે કોઈ સારવારની જરૂર નથી. પરંતુ જો કોઈ વ્યક્તિને વારંવાર ઉધરસ આવે છે અથવા ઉધરસ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી રહે તો તે કોઈ ગંભીર રોગની નિશાની હોઈ શકે છે.

ઉધરસ એ ખૂબ જ સામાન્ય બાબત છે જેનો દરેક વ્યક્તિ સામનો કરે છે. ઉધરસ એ કોઈ રોગ નથી પણ ફેફસાંમાં કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન હોય કે ધૂળના કણો શ્વાસ નળીમાં પ્રવેશે ત્યારે આપણું શરીર આ પ્રતિક્રિયા આપે છે. સામાન્ય રીતે ઉધરસ તેની જાતે જ મટી જાય છે અને કોઈ ખાસ સારવારની જરૂર પડતી નથી. પરંતુ જો ઉધરસ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે તો તે ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે. યુ.એસ.એ.ના બાલ્ટીમોરમાં જ્હોન્સ હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિન ખાતે પલ્મોનરી અને ક્રિટિકલ કેર મેડિસિનના ડૉક્ટર પનાગીસ ગેલિઆત્સાટોસ કહે છે, "તમારું નાક એ એકમાત્ર રસ્તો છે જે બહારની ગંદકીને શરીર સુધી પહોંચાડે છે. જેના લીધે તમામ પ્રકારના ચેપ અને એલર્જી થાય છે. ધૂળ અને ગંદકી આ કણો નાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને આપણને બીમાર બનાવે છે.

પોસ્ટનેજલ ડ્રિપ સિન્ડ્રોમ

પોસ્ટનેજલ ડ્રિપ સિન્ડ્રોમ જેને અપર એરવે કફ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે.  તે સતત આવી રહેલી ઉધરસનું કારણ છે. જ્યારે કોઈ વાયરસ, એલર્જી, ધૂળ અથવા રસાયણ તમારા નાકમાં પ્રવેશ કરે છે, ત્યારે તે કિસ્સામાં લાળ નાકમાંથી બહાર આવે છે. જ્યારે આ લાળ નાકમાંથી બહાર આવવાને બદલે તમારા ગળા સુધી પહોંચે છે. ત્યારે આ સ્થિતિને પોસ્ટ નેઝલ ડ્રિપ કહેવામાં આવે છે. આમાં તમને ખૂબ ઉધરસ આવે છે. "તમારા શરીરમાં મોટા ભાગના કફ રીસેપ્ટર્સ તમારા વિન્ડપાઈપ અને વોકલ કોર્ડ (તમારા ગળાના પાછળના ભાગમાં સુંદર અવાજ ઉત્પન્ન કરતા સ્નાયુઓનો એક બેન્ડ) માં હોય છે અને જો ત્યાં કંઈપણ થાય છે. તો તેઓ તેનો સામનો કરવા માટે ત્યાં છે," તેમણે કહ્યું. તમારું શરીર પ્રથમ ઉધરસ દ્વારા પ્રતિક્રિયા આપે છે.

અસ્થમા

અસ્થમા પણ લાંબી ઉધરસનું બીજું સામાન્ય કારણ છે. તે શ્વાસની નળીમાં સોજો આવવાના કારણે થાય છે. સોજાના કારણે, પવનની નળીમાં જાડી લાળ બનવાનું શરૂ થાય છે.  જે ફેફસાંમાં ઓક્સિજનનો પુરવઠો અટકાવે છે. તેથી તમને ખાંસી શરૂ થાય છે. ઉધરસ દ્વારા, તમારું શરીર ઓક્સિજનનો પુરવઠો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. ચેપ, હવામાનમાં ફેરફાર, એલર્જી, તમાકુ, અનેક પ્રકારની દવાઓના કારણે પણ અસ્થમા થઈ શકે છે.

ચેપ

ઘણી વખત એવું બને કે તમને શરદી, ફ્લૂ કે ન્યુમોનિયા થયો હોય અને તે થોડા સમય પછી ઠીક થઈ જાય પણ તમારી ઉધરસ મટતી નથી. તે સમયે તમારા ફેફસાં સાજા થઈ ગયા હોય છે પરંતુ આ સમય દરમિયાન નવા કફ રીસેપ્ટર્સ બનવા લાગે છે. જેવી રીતે નવી વસ્તુઓ માટે જૂની વસ્તુઓને દુર કરવી પડે છે તેવી જ રીતે આ નવા કફ  રીસેપ્ટર્સ પણ પોતાનું સ્થાન બનાવે છે તેથી આ પ્રક્રિયા દરમિયાન તમને ખાંસી આવે છે.

ગેસ્ટ્રોએસોફેજલ રીફ્લક્સ રોગ

શું તમે જાણો છો કે તમારી ઉધરસનું કારણ તમારા પેટની બીમારી પણ હોઈ શકે છે. ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ ડિસીઝ એ એવી સ્થિતિ છે જેમાં પેટમાં ઉત્પાદિત એસિડ અન્નનળી (ફૂડ પાઇપ) માં આવવા લાગે છે. તે તમારા પેટમાંથી સતત બહાર આવે છે અને શ્વાસ લેતી વખતે તે તમારા ફેફસાં સુધી પહોંચે છે અને તેમને તકલીફો આપવા લાગે છે. ઉધરસ સાથે હાર્ટબર્ન અને છાતીમાં દુખાવો એ GRD ના સામાન્ય લક્ષણો છે. આ સિવાય અન્ય કોઈ લક્ષણો દેખાતા નથી.

બ્લડપ્રેશરની દવાઓ

બ્લડ પ્રેશર માટે ઉપયોગમાં લેવાતી દવાઓ ઘણીવાર લાંબી સૂકી ઉધરસ તરફ દોરી જાય છે. આ સ્થિતિમાં તમે તમારા ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો. બ્લડ પ્રેશરની દવાઓ બદલીને આ ઉધરસમાં સરળતાથી રાહત મેળવી શકાય છે.

કોરોના વાઇરસ

કોરોનાવાયરસ રોગ (COVID-19) એ SARS-CoV-2 વાયરસથી થતો ચેપી રોગ છે. આ રોગ 2019માં શરૂ થયો હતો પરંતુ 2020 સુધીમાં તે વિશ્વના દરેક દેશમાં ફેલાઈ ગયો હતો. જ્યારે SARS-CoV-2 વાયરસ મનુષ્યમાં પ્રવેશ કરે છે. ત્યારે તે ફેફસાંમાં બળતરા અને સુકા કફનું કારણ બને છે. આ સિવાય પણ આ બીમારીના ઘણા લક્ષણો છે. આ લક્ષણો હળવાથી લઈને જીવલેણ સુધીના હોઈ શકે છે.

ધુમ્રપાન

ધૂમ્રપાન તમારા ફેફસાંને (અને તમારા બાકીના શરીરને) નુકસાન પહોંચાડે છે. તમે ધૂમ્રપાન કરનારની ઉધરસ વિશે સાંભળ્યું જ હશે, જે ઘણીવાર ધૂમ્રપાન કરનારા લોકોને થાય છે. તમાકુના ધુમાડામાં રહેલા રસાયણો અને કણોને કારણે ફેફસામાં બળતરા થાય છે  જેનાથી લોકોને ઉધરસ થાય છે. ધૂમ્રપાન કરનારાઓ આ રોજિંદી ઉધરસને ગંભીર ગણતા નથી. પરંતુ કેટલીકવાર તે મોટા રોગોની શરૂઆતની નિશાની હોય છે. તેથી જ કોઈપણ પરિસ્થિતિમાં લાંબા સમય સુધી થતી ઉધરસને અવગણવી જોઈએ નહીં.

ફેફસાનું કેન્સર

લાંબી ઉધરસ પણ ફેફસાના કેન્સરની નિશાની હોઈ શકે છે. જો કે ખાંસી સિવાય આ રોગના અન્ય ઘણા લક્ષણો છે. ધૂમ્રપાન એ ફેફસાના કેન્સરનું સૌથી મોટું કારણ છે. પરંતુ ઘણા લોકો કે જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યું નથી તેમને પણ ફેફસાનું કેન્સર થાય છે. તેથી આ રોગ ફક્ત તપાસ દ્વારા જ શોધી શકાય છે.

ક્રોનિક ઉધરસ માટે ક્યારે તપાસ કરાવવી?

હિલનું કહેવું છે કે તે કોઈપણ ઉધરસને ત્રણ મહિનાથી વધુ જૂની ન હોય તો તેને ક્રોનિક કફ ગણતો નથી કારણ કે એલર્જીને કારણે થતી ઉધરસ ત્રણ મહિના સુધી રહે છે. તે શરદીને કારણે થતી સામાન્ય ઉધરસની જેમ હોઈ શકે છે જેમાં વ્યક્તિ સતત ખાંસી ખાતો રહે છે. પરંતુ તે બહુ ગંભીર નથી. પરંતુ જો તમારી ઉધરસ ત્રણથી ચાર અઠવાડિયા સુધી સારી ન થાય તો રાહ ના જુઓ અને તરત જ ડોક્ટર પાસે જાઓ અને તપાસ કરાવો. જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે, તાવ આવે અથવા ઉધરસ ખાતા સમયે લોહી આવે તો કોઈ રાહ ના જુઓ અને તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચી જાઓ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
Embed widget