ગરમીએ ઉંઘ ઉડાડીઃ વધતા જતા તાપમાનના કારણે લોકો ઉંઘી નથી શકતા, માણસની ઉંઘ 44 કલાક ઘટી
એક માણસને તંદુરસ્ત જીવન જીવવા માટે સારી ઉંઘ લેવા માટે સલાહ આપવામાં આવે છે.
Global Heating: એક માણસને તંદુરસ્ત જીવન જીવવા માટે સારી ઉંઘ લેવા માટે સલાહ આપવામાં આવે છે. પરંતુ ક્લાઈમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તનના કારણે વધેલા તાપમાનથી દુનિયાની ઉંઘ ઉડાડી દીધી છે. આવું અમે નથી કહી રહ્યા પણ એક સંશોધનમાં આ તારણ સામે આવ્યું છે. આ તારણમાં સામે આવ્યું છે કે, ગ્લોબલ હીટિંગના કારણે રાતના સમયે તાપમાન વધી જાય છે. તમે જાણીને હેરાન થઈ જશો કે, દિવસે જે તાપમાન હોય છે તેનાથી વધુ તાપમાન રાત્રે નોંધવામાં આવ્યું છે. જેના કારણે રાતે ઉંઘવામાં મુશ્કેલી થઈ રહી છે અને આ રીતે એક માણસ વર્ષમાં 44 કલાક ઓછી ઉંઘ લઈ રહ્યો છે.
47 હજાર લોકો પર સંશોધન થયુંઃ
હેરાન કરવાવાળી એ વાત છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે ઉભી થયેલી આ સ્થિતિ યથાવત રહી તો, ધીમે-ધીમે પૃથ્વી એટલી ગરમ થઈ જશે કે, રાત્રે ઉંઘવું મુશ્કેલ થઈ જશે. શોધકર્તાઓએ 68 દેશોમાં 47 હજાર લોકોના હાથ પર રિસ્ટ બેન્ડ બાંધીને આ સંશોધન કરવામાં આવ્યું છે.
ઓછી ઉંઘને કારણે અનેક બીમારીઓ થઈ રહી છેઃ
અગાઉ, એક સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે, તાપમાનમાં વધારાને કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડે છે, હાર્ટ એટેક, આત્મહત્યા અને અકસ્માતો અને માનસિક સ્થિતિમાં ફેરફારને કારણે ઇજાઓ જેવી ઘટનાઓ નોંધવામાં આવી હતી અને કામ કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થયો હતો. ડેનમાર્કની યુનિવર્સિટી ઓફ કોપનહેગનના પ્રોફેસર કેલ્ટન માઈનરે જણાવ્યું હતું કે, ઉંઘ આપણા બધાના જીવનનો મહત્વનો ભાગ છે. આપણે બધા આપણા જીવનનો ત્રીજા ભાગનો સમય ઉંઘમાં વિતાવીએ છીએ. પરંતુ હવે સમગ્ર દુનિયામાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જેઓ સારી રીતે ઉંઘી શકતા નથી.
ભારત અને પાકિસ્તાન પણ ઝપેટમાંઃ
માઇનરે વધુમાં જણાવ્યું હતું કે, રાત્રે વધતી ગરમીને કારણે ઓછી થતી ઉંઘ મોટી વસ્તીને અસર કરી રહી છે. જો તમે જુઓ કે ભારત અને પાકિસ્તાનમાં જે પ્રકારની હિટ વેવ આવી રહી છે, તેનાથી અબજો લોકો પ્રભાવિત થઈ રહ્યા છે અને પરિણામે ઉંઘનો અભાવ જોવા મળે છે. તો સાથે જ માઈનોર એ પણ કહે છે કે એક આશ્ચર્યજનક બાબત એ પણ સામે આવી છે કે ગરમ જગ્યાએ રહેતા લોકોને આ વાતાવરણમાં અન્ય લોકો કરતા સારી ઉંઘ આવે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )