(Source: ECI/ABP News/ABP Majha)
માત્ર વેઇટ લોસ જ નહિ ગ્લાસ સ્કિન પણ આપે છે આ અદભૂત ફળ, આ રીતે કરો સેવન, જાણો અન્ય ફાયદા
Health:ડ્રેગન ફ્રૂટ વિટામિન સી, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જ્યાં વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આયર્ન લોહીમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, જેનાથી શરીર ઊર્જાવાન લાગે છે.
Health:દાદીમાથી લઈને ડૉક્ટરો સુધી દરેક જણ ફળ ખાવાની સલાહ આપે છે. જો કે દરેક ફળમાં વિટામિન, ફાઈબર અને જરૂરી પોષક તત્વો મળી આવે છે, પરંતુ શું તમે ક્યારેય ડ્રેગન ફ્રુટ ખાધું છે? આ ફળ તેના નામ જેટલું જ ફેન્સી છે. તેના ગુણો પણ એટલા જ વિશિષ્ટ છે. અન્ય દેશોમાં તે કેક્ટસ ફળ અથવા સ્ટ્રોબેરી પિઅર તરીકે ઓળખાય છે. આ ફળની રચના ખૂબ જ અલગ છે અને તે સ્વાદમાં અત્યંત મીઠી છે. આ ગુલાબી રંગના ફળ ચાર પ્રકારના હોય છે. યલો ડ્રેગન ફ્રુટ, પર્પલ ડ્રેગન ફ્રુટ, પિંક ડ્રેગન ફ્રુટ અને રેડ ડ્રેગન ફ્રુટ. આ ફળ સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. જાણો અન્ય ફાયદા
વજન ઘટાડવામાં મદદરૂપ
જે લોકો વજન ઘટાડવાની જર્નિ પર છે અથવા વજન ઘટાડવા માંગે છે તેઓએ ડ્રેગન ફ્રુટનું સેવન કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વધારે ખાવાથી બચાવે છે.
પોષક તત્વોથી ભરપૂર
ડ્રેગન ફ્રૂટ વિટામિન સી, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જ્યાં વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આયર્ન લોહીમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, જેનાથી શરીર ઊર્જાવાન લાગે છે. જ્યારે મેગ્નેશિયમ સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે.
ડ્રેગન ફ્રુટ શુગરને કંટ્રોલ કરે છે
ડ્રેગન ફ્રૂટમાં ફાઇબર હોય છે જે શરીરમાંથી ધીમે ધીમે ખાંડને શોષી લે છે. જેના કારણે ઇન્સ્યુલિનની માત્રા યોગ્ય રહે છે અને શુગર વધતી નથી. જો તમને ડાયાબિટીસ અથવા પ્રી-ડાયાબિટીસ હોય તો તેને તમારા ડાયેટ પ્લાનમાં સામેલ કરો.
વાળ અને ત્વચા માટે ફાયદાકારક
ડ્રેગન ફ્રુટ વાળમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જેના કારણે વાળ મજબૂત બને છે અને વાળ ખરવાની સમસ્યામાંથી રાહત મળે છે. જો તમારા ચહેરા પર ઝીણી રેખાઓ છે અથવા તમારો ચહેરો નિસ્તેજ દેખાય છે, તો આનું સેવન કરો. ડ્રેગન ફ્રૂટમાં વિટામિન સીથી ભરપૂર છે તે કોલેજનને પણ બૂસ્ટ કરે છે. જેના કારણે ત્વચા ટાઇટ બને છે.
હૃદયને સ્વસ્થ રાખે છે
ડ્રેગન ફ્રૂટમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. હિમોગ્લોબિન હૃદયમાંથી ઓક્સિજનને શરીરના અન્ય ભાગોમાં પહોંચાડવામાં મદદ કરે છે. જેના કારણે હૃદય યોગ્ય રીતે કામ કરે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )