Controversial Statements: પરણિત મહિલાના સિંદુર વિશે બાબા બાગેશ્વરે કર્યું વિવાદાસ્પદ નિવેદન, જુઓ વીડિયો
Baba Bageshwar: બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પ્રવચન દરમિયાન મહિલાઓનું અપમાન કરતું વિવાદિત નિવેદન કર્યું છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
![Controversial Statements: પરણિત મહિલાના સિંદુર વિશે બાબા બાગેશ્વરે કર્યું વિવાદાસ્પદ નિવેદન, જુઓ વીડિયો Controversial Statements of baba bageshwar on married women mang sindu and mangalshutr Controversial Statements: પરણિત મહિલાના સિંદુર વિશે બાબા બાગેશ્વરે કર્યું વિવાદાસ્પદ નિવેદન, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/16/2a5d0fc911ae9e5275c954373135f3a3168948548829081_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Baba Bageshwar: બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પ્રવચન દરમિયાન મહિલાઓનું અપમાન કરતું વિવાદિત નિવેદન કર્યું છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
બાગેશ્વર બાબા અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરના મહિનાઓમાં તેની લોકપ્રિયતા ઝડપથી વધી છે. હવે તેઓ પ્રવચન આપવા માટે એમપી, ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપી પણ પહોંચી રહ્યા છે. હાલ તેમની ગ્રેટર નોઈડામાં કથા ચાલી રહી છે. જો કે તે હવે તેમના નિવેદનોના કારણે વિવાદમાં ફસાઇ રહયાં છે. પરણિત મહિલાઓ પર બાબાએ કરેલા નિવેદનનો વીડિયો વાયરલ થયો છે આ નિવેદના કારણે તેમનો વિરોધ થઇ રહ્યો છે.
બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પ્રવચન દરમિયાન મહિલાઓનું અપમાન કરતું વિવાદિત નિવેદન કર્યું છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રવચન આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મહિલાઓ વિશે નિવેદન આપ્યું હતું કે ' પરણિત સ્ત્રીઓએ ગળામાં મંગળસૂત્ર અને માંગ ભરવી જોઇએ નહિત તો લોકો સમજશે કે 'પ્લોટ' ખાલી છે.
બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદને વિવાદ સર્જ્યો છે. આજે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આમાં તેઓ પ્રવચન દરમિયાન કહે છે, 'જો કોઈ મહિલા પરિણીત હોય તો તેની બે ઓળખ હોય છે - માંગનું સિંદૂર, ગળામાં મંગળસૂત્ર. ખેર, કહી દઉં કે માંગનું સિંદૂર ભરાયું નથી, ગળામાં મંગળસૂત્ર ન હોય તો શું વિચારીએ ભાઈ, આ પ્લોટ હજુ ખાલી છે.' બાબાના આ વીડિયો વાયરલ થયો છે અને લોકો તેમના આ નિવેદનનો વિરોધ કરી રહ્યં છે. એક ન્યૂઝ ચેનલે તો 'બાગેશ્વર બાબા કી ગંદી બાતબાત' નામનો કાર્યક્રમ પણ બનાવ્યો છે.
આ વીડિયોમાં બાગેશ્વર બાબા આગળ કહે છે કે માંગનું સિંદૂર ભરાયેલ હો. અને ગળામાં મંગળસૂત્ર લટકતું હોય તો દૂરથી જોઈ શકીએ છે કે રજિસ્ટ્રી થઈ ગઈ છે. જો કે, આ વીડિયોમાં જોવા મળે છે કે, ઉપદેશ સાંભળી રહેલી ઘણી મહિલાઓ તાળીઓ પાડીને તેને સાંભળી રહી છે અને હળવાશથી લેતા હસી રહી છે જો કે પરંતુ સોશિયલ મીડિયા પર તેનો સખત વિરોધ થઇ રહ્યો છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)