શોધખોળ કરો

Vegetables Peels: ભૂલથી પણ આ શાકની છાલ ન ઉતારો, સ્વાસ્થ્ય માટે છે અતિ ગુણકારી

શાકભાજીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં વિટામીનની ઉણપને પૂરી કરે છે. લોકોને શાકભાજીની છાલ કાઢીને ખાવાનું વધુ ગમે છે. પરંતુ, શું તમે જાણો છો, કેટલીક શાકભાજીની છાલ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે

Vegetables Peels:  શાકભાજીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં વિટામીનની ઉણપને પૂરી કરે છે. લોકોને શાકભાજીની છાલ કાઢીને ખાવાનું વધુ ગમે છે. પરંતુ, શું તમે જાણો છો, કેટલીક શાકભાજીની છાલ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જેની છાલ વાળી ખાવી તે વધુ ફાયદાકારક છે. આજે અમે તમને તે શાકભાજી વિશે જણાવીશું, જેની છાલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

બટાકા

બટાકા ખાવા મોટાભાગના લોકોના ફેવરિટ હશે. ખાસ કરીને બાળકો બટાકા ખૂબ જ ઉત્સાહથી ખાય છે. તે શાકભાજીનો રાજા છે, તમે તેને કોઈપણ શાકભાજીમાં ઉમેરીને ખાઈ શકો છો. બટાકાની છાલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પોટેશિયમ, આયર્ન, વિટામીન-સી, વિટામીન-એ અને અન્ય ઘણા ગુણો રહેલા છે, તેથી છાલની સાથે બટાટાનું સેવન કરી શકાય છે.

મૂળો

શિયાળામાં મૂળા પુષ્કળ પ્રમાણમાં મળે છે. તેને ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કેટલાક લોકો મૂળાની છાલ કાઢીને ખાય છે, જેના કારણે શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા. તમે મૂળાનું સેવન છાલ સાથે કરી શકો  તો તેમાં મોજૂદ ફાઈબર, પોટેશિયમ, ઝિંક, કેલ્શિયમ અને ઘણા વિટામિનનો આપને ફાયદા મળે  છે.

કાકડી

સામાન્ય રીતે લોકો કાકડીનો ઉપયોગ સલાડ તરીકે કરે છે. તેની છાલ ઉતારીને ખાવાનું ગમે છે. કાકડીને છાલ સાથે ખાવાથી વધુ ફાયદો થાય છે. તેમાં ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. જે તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

શક્કરીયા

શક્કરિયાની છાલમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે. તેમાં ફાઈબર, વિટામિન-સી, વિટામિન-ઈ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે છાલ સાથે તેનું સેવન કરો છો, તો તે આંખોની રોશની વધારવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

કોળુ

કોળાને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. ઘણા લોકો તેને છાલની સાથે ખાય છે, જ્યારે કેટલાક લોકો કોળાની છાલને ઉતારીને જ ખાવનનું  પસંદ કરે છે. તેમાં વિટામીન-એ, આયર્ન, પોટેશિયમ અને બીજા ઘણા બધા વિટામિન હોય છે, તેથી છાલ સાથે કોળું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Embed widget