ભૂલથી પણ આ શાકભાજીની છાલ ન ઉતારશો, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
શાકભાજીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં વિટામીનની ઉણપને પૂરી કરે છે. લોકોને શાકભાજીની છાલ કાઢીને ખાવાનું વધુ ગમે છે.
Vegetables Peels: શાકભાજીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં વિટામીનની ઉણપને પૂરી કરે છે. લોકોને શાકભાજીની છાલ કાઢીને ખાવાનું વધુ ગમે છે. પરંતુ, શું તમે જાણો છો, કેટલીક શાકભાજીની છાલ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જેની છાલ વાળી ખાવી તે વધુ ફાયદાકારક છે. આજે અમે તમને તે શાકભાજી વિશે જણાવીશું, જેની છાલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
બટાકા
બટાકા ખાવા મોટાભાગના લોકોના ફેવરિટ હશે. ખાસ કરીને બાળકો બટાકા ખૂબ જ ઉત્સાહથી ખાય છે. તે શાકભાજીનો રાજા છે, તમે તેને કોઈપણ શાકભાજીમાં ઉમેરીને ખાઈ શકો છો. બટાકાની છાલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પોટેશિયમ, આયર્ન, વિટામીન-સી, વિટામીન-એ અને અન્ય ઘણા ગુણો રહેલા છે, તેથી છાલની સાથે બટાટાનું સેવન કરી શકાય છે.
મૂળા
શિયાળામાં મૂળા પુષ્કળ પ્રમાણમાં મળે છે. તેને ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કેટલાક લોકો મૂળાની છાલ કાઢીને ખાય છે, જેના કારણે શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા. તમે મૂળાનું સેવન છાલ સાથે કરી શકો તો તેમાં મોજૂદ ફાઈબર, પોટેશિયમ, ઝિંક, કેલ્શિયમ અને ઘણા વિટામિનનો આપને ફાયદા મળે છે.
કાકડી
સામાન્ય રીતે લોકો કાકડીનો ઉપયોગ સલાડ તરીકે કરે છે. તેની છાલ ઉતારીને ખાવાનું ગમે છે. કાકડીને છાલ સાથે ખાવાથી વધુ ફાયદો થાય છે. તેમાં ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. જે તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
શક્કરીયા
શક્કરિયાની છાલમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે. તેમાં ફાઈબર, વિટામિન-સી, વિટામિન-ઈ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે છાલ સાથે તેનું સેવન કરો છો, તો તે આંખોની રોશની વધારવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
કોળુ
કોળાને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. ઘણા લોકો તેને છાલની સાથે ખાય છે, જ્યારે કેટલાક લોકો કોળાની છાલને ઉતારીને જ ખાવનનું પસંદ કરે છે. તેમાં વિટામીન-એ, આયર્ન, પોટેશિયમ અને બીજા ઘણા બધા વિટામિન હોય છે, તેથી છાલ સાથે કોળું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )