શોધખોળ કરો

Copper Vessels: વજન ઘટાડવાથી લઇને રૂપ નિખારવા સુધી, તાંબાના વાસણાના પાણીના છે આ અદભૂત ફાયદા

Copper Vessels: શરીરને ડિટોક્સ કરવા માટે, તાંબાના વાસણમાં આખી રાત રાખવામાં આવેલ પાણી ટોનિકની જેમ કામ કરે છે. તમે રોજ રાત્રે તાંબાના વાસણમાં પાણી રાખો અને સવારે સૌથી પહેલા આ પાણી પી લો. આમ કરવાથી શરીરમાં કોપરની ઉણપ પૂરી થાય છે

Copper Vessels:શરીરને ડિટોક્સ કરવા માટે, તાંબાના વાસણમાં આખી રાત રાખવામાં આવેલ પાણી ટોનિકની જેમ કામ કરે છે. તમે રોજ રાત્રે તાંબાના વાસણમાં પાણી રાખો અને સવારે સૌથી પહેલા આ પાણી પી લો. આમ કરવાથી શરીરમાં કોપરની ઉણપ પૂરી થાય છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. ખાલી પેટ આ પાણીનું સેવન કરવાથી પેટ સાફ કરવામાં પણ ઘણો ફાયદો થાય છે.

  1. વજન નિયંત્રણ માટે

તાંબાના વાસણમાં રાખેલ પાણી શરીરમાં જમા થયેલી ચરબીને ઘટાડવાનું કામ કરે છે. કોપર બોડી ડિટોક્સ અને આંતરિક સફાઈમાં ખૂબ અસરકારક છે. તેથી, જો તમે ઈચ્છો છો કે તમારા શરીર પર ચરબી જમા ન થાય અને સ્થૂળતા નિયંત્રણમાં રહે, તો દરરોજ સવારે ખાલી પેટે તાંબાના વાસણનું  પાણી પીવાનું શરૂ કરો.

  1. ત્વચાને યુવાન રાખવા માટે

તાંબાનું પાણી મેલાનિનના ઉત્પાદનમાં મદદ કરે છે. મેલાનિન ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા માટે છત્રીની જેમ કામ કરે છે. આના કારણે ત્વચા પર ઝડપથી કરચલીઓ પડતી નથી અને વધતી  ઉંમરની અસરને ઓછી કરે છે. આ સાથે આંખો અને વાળનો રંગ જાળવવા માટે શરીરને મેલાનિનની પણ જરૂર પડે છે.

  1. સંધિવા રોકવા માટે

જો તમને આર્થરાઈટિસની સમસ્યા છે અથવા તમારા પરિવારમાં આર્થરાઈટિસનો ઈતિહાસ છે, તો તમારે તાંબાના પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ. કારણ કે તાંબાના વાસણમાં રાખવામાં આવેલા પાણીમાં તાંબાના ગુણો પૂરતી માત્રામાં હોય છે અને તાંબામાં સોજો  વિરોધી ગુણ હોય છે. એટલે કે તે શરીર અને સાંધામાં બળતરાની સમસ્યાને અટકાવે છે. કોપરેલ પાણી શરીરમાં યુરિક એસિડની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને જો યુરિક એસિડ યોગ્ય હોય તો સંધિવાથી પણ બચાવ થાય છે.

  1. એનિમિયાની સમસ્યાને દૂર કરવા

જો શરીરમાં લોહીની ઉણપ છે એટલે કે એનિમિયાની સમસ્યા છે તો તમારે તાંબાના પાણીનું સેવન કરવું જોઈએ. આ પાણીના સેવનથી શરીરની શોષણ ક્ષમતા વધે છે. આના કારણે, તમે જે ખોરાક લો છો તે શરીરને વધુ માત્રામાં મળે છે અને શરીર આ પોષક તત્ત્વોનો ઉપયોગ કરીને જરૂરી માત્રામાં લોહી ઉત્પન્ન કરવા સક્ષમ બને છે.

  1. હૃદયરોગને રોકવામાં ફાયદાકારક

કોપરેલ પાણી શરીરમાં રક્ત પરિભ્રમણ વધારવામાં મદદરૂપ છે. તેથી, જો કોઈના પારિવારિક ઇતિહાસમાં કોઈને હૃદય રોગ છે, તો નિવારણ તરીકે, તમારા દિવસની શરૂઆત તાંબાના પાણીથી કરો. આ પાણી દરરોજ ખાલી પેટ પીવાથી હાર્ટ બ્લોકેજનું જોખમ ઘટી જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો

Venus Transit 2022: સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ, આ રાશિના જાતકને રહેવું પડશે સાવધાન, થઇ શકે છે માનહાનિ

Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ

Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ

Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ

Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
કેંદ્ર સરકારે  'X' ને નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
કેંદ્ર સરકારે  'X' ને નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
કેંદ્ર સરકારે  'X' ને નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
કેંદ્ર સરકારે  'X' ને નોટિસ મોકલી, Grok AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
Embed widget