(Source: ECI/ABP News/ABP Majha)
Diwali Diabetes Health Tips: દિવાળી પર જો મીઠાઇ ખાવાથી વધી જાય છે બ્લડ સુગર, તો આ રીતે ડાયાબિટીસને કરો કંટ્રોલ
Diwali Diabetes Health Tips: લોકો ડાયાબિટીસથી પીડિત છે તેઓ તેમના મનને કાબૂમાં રાખી શકતા નથી અને દિવાળી પર મીઠાઈઓ ખાવાથી તેમનું બ્લડ શુગર લેવલ વધી જાય છે
Diwali Diabetes Health Tips: દિવાળી એ માત્ર રોશની અને ફટાકડા ફોડવાનો તહેવાર નથી, પરંતુ આ તહેવાર પર ઘણી બધી મીઠાઈઓ અને વાનગીઓ બનાવવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં દરરોજ અલગ-અલગ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે અને લોકો તેને ખૂબ ખાય છે, પરંતુ જે લોકો ડાયાબિટીસથી પીડિત છે તેઓ તેમના મનને કાબૂમાં રાખી શકતા નથી અને દિવાળી પર મીઠાઈઓ ખાવાથી તેમનું બ્લડ શુગર લેવલ વધી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આવા જ ટેન્શનનો સામનો કરી રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે દિવાળી પર મીઠાઈઓ ખાધા પછી પણ તમે તમારા ડાયાબિટીસને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકો છો.
દિવાળી પર આ રીતે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
માત્ર 10 મિનિટ ચાલવા માટે સમય કાઢો
દિવાળી પર તમે વર્કઆઉટ કરવાનું બંધ કરી દો છો, પરંતુ જમ્યા પછી ઓછામાં ઓછી 10 મિનિટ ચાલવું જોઇએ. તેનાથી શરીરનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સંશોધનમાં એ પણ સાબિત થયું છે કે ડાયાબિટીસથી પીડિત લોકોએ દરરોજ ઓછામાં ઓછું 20 મિનિટ ચાલવું જોઈએ.
આ રીતે મીઠાઈઓ ખાવ
જો ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ખાવાની ઈચ્છા હોય તો એક વાત યાદ રાખો કે તેમણે ક્યારેય પણ ખાલી પેટે મીઠાઈ ન ખાવી જોઈએ, કારણ કે ખાલી પેટે મીઠાઈ ખાવાથી બ્લડ સુગર લેવલ અચાનક વધી શકે છે. તમે ભોજન સાથે અથવા પછી થોડી માત્રામાં મીઠાઈઓ ખાઇ શકો છો
તમે દિવાળી પર મીઠાઈ ખાવા ઈચ્છો છો તો તમે ખાવાના થોડા સમય પહેલા થોડી માત્રામાં મીઠાઈ ખાઇ શકો છો. આ રીતે મીઠાઈ ખાવાથી ઈન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે અને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.
ખાવાનું ચૂકશો નહી
ડાયાબિટીસના દર્દીઓ માટે ભોજન ન છોડવું અને સમયસર ભોજન લેવું એ સૌથી અગત્યનું છે. આવી સ્થિતિમાં જો તમે દિવાળી પર કામમાં વ્યસ્ત હોવ તો પણ વચ્ચે-વચ્ચે થોડો થોડો ખોરાક ખાતા રહો, તેનાથી ગ્લુકોઝ લેવલ જળવાઈ રહે છે.
પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સનો ડાયટમાં સામેલ કરો
તે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે તમારા આહારને સંતુલિત રાખો અને તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબરથી ભરપૂર ખોરાક ખાવો જોઇએ. આ પ્રકારનો ખોરાક બ્લડ સુગર લેવલને વધતા અટકાવે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )