(Source: ECI/ABP News/ABP Majha)
Chaitra Navratri 2023: ચૈત્ર નવરાત્રી પર ઉપવાસ બાદ તરત જ આ ફૂડનું ન કરશો સેવન વધી શકે છે મુશ્કેલી
સ્વસ્થ રહેવા માટે ઉપવાસ એ સારી પ્રક્રિયા છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શરીર પણ ડિટોક્સિફાય થાય છે. તેથી ઉપવાસ દરમિયાન અને બાદ શું ખાવું તે જાણવું જરૂરી છે.
Chaitra Navratri 2023:સ્વસ્થ રહેવા માટે ઉપવાસ એ સારી પ્રક્રિયા છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શરીર પણ ડિટોક્સિફાય થાય છે. તેથી ઉપવાસ દરમિયાન અને બાદ શું ખાવું તે જાણવું જરૂરી છે.
બુધવાર એટલે કે 22મી માર્ચ આજથી નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો નવ દિવસ ઉપવાસ કરે છે. નવ દિવસ કન્યા પૂજન અને હવન પછી આ વ્રત તોડવામાં આવે છે.
કેટલાક લોકો નવરાત્રીના પહેલા અને છેલ્લા દિવસે ઉપવાસ રાખે છે. વ્રત એક દિવસનું હોય કે નવ દિવસનું, જો તમે આ સમયગાળા દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન ન રાખો તો તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી ઉપવાસ તોડ્યા પછી તરત જ કઈ વસ્તુઓ ખાવાનું ટાળવું તે વિશે જાણવું જરૂરી છે.
ઉપવાસ દરમિયાન શરીરમાં ખાંડની ઉણપ થાય છે. તેથી ઉપવાસ તોડવા માટે ભારે ખોરાક ખાવાનું ટાળો. આ ઉપરાંત, એક સાથે વધુ પડતું ન ખાવું, તેનાથી પણ સમસ્યા થઈ શકે છે.
ઉપવાસ તોડવા માટે, લોકો વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે, જેમાં ઘણું મીઠું, મરચાં, મસાલા અને તેલ હોય છે. આખો દિવસ ઉપવાસ કર્યા પછી આ પ્રકારનો ખોરાક ખાવાથી પેટને સરળતાથી પચવામાં મુશ્કેલી પડે છે, જેનાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે.
મોટાભાગના લોકો ઉપવાસ તોડવા માટે ચા અને કોફીનું સેવન કરે છે. તેથી આ પણ ખરાબ વિકલ્પ છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા પછી કેફીનયુક્ત વસ્તુઓનું સેવન કરવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
ઉપવાસ તોડવા માટે ફળો ખાવા બરાબર છે, પરંતુ ખાટા ફળો બિલકુલ ન ખાવા. કારણ કે ઉપવાસ પછી તરત જ ખાટાં ફળ ખાવાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે.
હિંદુ પંચાંગ અનુસાર, આવતીકાલે એટલે કે 22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાના મુખ્ય નવ સ્વરૂપોની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચૈત્ર નવરાત્રિનમાં નવ દિવસ સુધી ઉપવાસ કરીને માનું અનુષ્ઠાન આરાઘના કરવામાં આવે છે, જો કે નવ દિવસના ઉપવાસ દરમિયાન દૂધ અને ફળો જેવા સ્વાતિક આહાર જ લેવા જોઇએ અને ઉપવાસ તોડયા બાદ પણ તળેલા મસાલાવાળા પદાર્થને ઉપવાસ બાદ તરજ લેવાનું થોડા દિવસ અવોઇડ કરવું.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )