Health Alert: શું આપ જાણો છો આ ફૂડને તમે વેજ સમજી આરોગો છો જે હકીકતમાં છે નોન વેજ
Health Alert: તમે શાકાહારી છો તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે બની શકે કે આપ જ વસ્તુઓને વેજ સમજીને બહુ લિજ્જતથી આરોગો છો તે વેજ નહિ પણ નોન વેજ છે. કયા છે એ ફૂડ જાણીએ

Health: શું આપ શાકાહારી છો? જો હા, તો આ યાદી પર એક નજર નાખો, કારણ કે તમે આ વસ્તુઓને શાકાહારી માનીને ખાઓ છો, પરંતુ તે બિલકુલ શાકાહારી નથી. આ બધી જ ચીજ નોનવેજ છે. જુઓ યાદી
સૂપ
આપ સૂપ પીવાના શોખીન છો? જો તમે તેને શાકાહારી તરીકે ખાઓ છો તો સાવચેત રહો. તમારું મનપસંદ સૂપ શાકાહારી નથી. રેસ્ટોરાંમાં તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સોસેજ માછલીમાં મળતા ઉત્પાદનોમાંથી બનાવવામાં આવે છે. તો હવેથી રેસ્ટોરન્ટમાં સૂપનો ઓર્ડર આપતા પહેલા, વેઇટરને સ્પષ્ટપણે આ બાબત પૂછજો.
તેલ
ઓમેગા 3 ફેટી એસિડ ધરાવતા તેલ વાસ્તવમાં શાકાહારી નથી. કેટલાક તેલ કે જેમાં વિટામિન ડી હોવાનો દાવો કરવામાં આવે છે. તેમાં લેનોલિન જોવા મળે છે જે ઘેટાંમાંથી બનાવવામાં આવે છે.
વ્હાઇટ સુગર
વ્હાઇટ સુગરને સાફ કરવા માટેની પ્રક્રિયામાં કુદરતી કાર્બનનો ઉપયોગ થાય છે. શું તમે જાણો છો કે, કુદરતી કાર્બન કેવી રીતે તૈયાર થાય છે? આ કાર્બન જાનવરોના હાડકામાંથી બને છે. તેથી જો તમે શાકાહારી છો, તો ભૂલથી પણ વ્હાઇટ સુગર ન લેશો.
બિયર
આલ્કોહોલને શુદ્ધ કરવા માટે ઇઝિંગગ્લાસનો ઉપયોગ થાય છે, જે માછલીના મૂત્રાશયમાંથી બનાવવામાં આવે છે.
જૈમ -જેલી
જો તમે પણ જેલી અને જામ ખાવાના શોખીન છો તો ધ્યાન રાખો. તેમાં જિલેટીન હોય છે અને જિલેટીન એ પ્રાણીઓમાંથી મેળવેલ ઉત્પાદન છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















