શોધખોળ કરો

દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

Doodh-Jalebi Combo: ભારતમાં દૂધ અને જલેબીનું કોમ્બિનેશન ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ શું દૂધ-જલેબી ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે કે નુકસાન? જાણો આ વિશે આરોગ્ય નિષ્ણાતો અને ડાયેટિશિયન્સનો શું અભિપ્રાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દૂધ-જલેબીનું કોમ્બિનેશન સ્વાદિષ્ટ, સ્વાસ્થ્ય પર અસર વિશે જાણો.
  • દૂધ હાડકાં મજબૂત કરે, જલેબી તુરંત ઊર્જા પ્રદાન કરે છે.
  • વધુ પડતું સેવન વજન, બ્લડ સુગર વધારી શકે છે.
  • આરોગ્ય નિષ્ણાતો અનુસાર, તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું.

Doodh-Jalebi Health Tips: વિશ્વમાં જ્યારે પણ મીઠાઈઓની વાત થાય છે ત્યારે ભારતનું નામ સૌથી પહેલા આવે છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં લોકો સવારના નાસ્તામાં ગરમાગરમ જલેબીને દૂધ સાથે ખાવાનું ખૂબ પસંદ કરે છે. આ કોમ્બિનેશન સ્વાદમાં જેટલું ઉત્તમ છે, તેટલો જ સ્વાસ્થ્ય પર તેની અસરને લઈને લોકોના મનમાં સવાલો પણ ઊભા થાય છે. ચાલો જાણીએ આ વિશે એક્સપર્ટ્સની રાય.

દૂધ-જલેબીના ફાયદા

દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન અને અનેક જરૂરી વિટામિન્સ હોય છે, જે શરીરના હાડકાંને મજબૂત બનાવે છે અને મસલ્સના વિકાસમાં મદદ કરે છે. બીજી તરફ, જલેબી શુગર અને કાર્બોહાઇડ્રેટ્સનો સારો સ્ત્રોત છે, જે શરીરને તુરંત એનર્જી (ઉર્જા) આપે છે.

આ પણ વાંચો...Health: 40 વર્ષની ઉંમર બાદ મહિલાઓમાં કેમ વધી જાય છે કમરનો દુખાવો, કરો આ ઉપાય

ન્યુટ્રિશન એક્સપર્ટ્સના મતે, જો તમે ખૂબ થાકેલા હોવ અથવા ત્વરિત ઊર્જાની જરૂર હોય તો દૂધ-જલેબી એક સારો વિકલ્પ બની શકે છે. ખાસ કરીને શિયાળામાં આ કોમ્બિનેશન શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.

ફાયદાની સાથે નુકસાન પણ

જલેબી ત્વરિત ઉર્જા તો આપે છે, પરંતુ તેમાં વધુ માત્રામાં ખાંડ (શુગર) અને તેલ હોય છે, જે તેને હાઈ-કેલરી ફૂડ બનાવે છે.

  • વજન અને બ્લડ શુગર: વધુ પડતા સેવનથી વજન અને બ્લડ શુગર લેવલ વધી શકે છે.

  • ડાયાબિટીસના દર્દીઓ: એક્સપર્ટ્સના મતે ડાયાબિટીસના દર્દીઓએ જલેબી ખાવાથી ખાસ બચવું જોઈએ.

  • પાચનની સમસ્યાઓ: દૂધ સાથે વધુ પડતું મીઠું અને તળેલું ખાવાથી ગેસ, એસિડિટી અને અપચા જેવી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

મર્યાદિત માત્રામાં કરો સેવન

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોઈપણ ખોરાકનું સંતુલિત માત્રામાં સેવન કરવાથી નુકસાન થતું નથી. જો તમે દૂધ-જલેબી ખાવા માગતા હોવ તો તેને ક્યારેક જ અને મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ. અઠવાડિયામાં એકવાર કે કોઈ ખાસ પ્રસંગે તેનું સેવન કરવું યોગ્ય ગણાય છે. ડાયેટિશિયન્સ પણ માને છે કે આ એક “ટ્રીટ ફૂડ” છે, તેથી તેને રોજિંદા આહારનો હિસ્સો બનાવવો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.                                          

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

દૂધ-જલેબી ખાવાથી શું ફાયદા થાય છે?

દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. જલેબી તુરંત ઊર્જા પૂરી પાડે છે અને શિયાળામાં શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.

દૂધ-જલેબી ખાવાના ગેરફાયદા શું છે?

તેમાં વધુ ખાંડ અને તેલ હોવાથી વજન અને બ્લડ શુગર વધારી શકે છે. વધુ પડતા સેવનથી ગેસ, એસિડિટી જેવી પાચન સમસ્યાઓ પણ થઈ શકે છે.

શું ડાયાબિટીસના દર્દીઓ દૂધ-જલેબી ખાઈ શકે છે?

ના, નિષ્ણાતોના મતે ડાયાબિટીસના દર્દીઓએ જલેબી ખાવાનું ખાસ ટાળવું જોઈએ. તેમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે.

દૂધ-જલેબીનું સેવન કેટલી માત્રામાં કરવું જોઈએ?

તેને મર્યાદિત માત્રામાં અને ક્યારેક જ ખાવું જોઈએ, જેમ કે અઠવાડિયામાં એકવાર કે કોઈ ખાસ પ્રસંગે. તેને રોજિંદા આહારનો ભાગ બનાવવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Advertisement

ટોપ સ્ટોરી

BRICS Summit 2026: આજથી બ્રિક્સ સમિટ, બપોરે દિલ્હી પહોંચશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
BRICS Summit 2026: આજથી બ્રિક્સ સમિટ, બપોરે દિલ્હી પહોંચશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
FASTag OneTag: FASTag યુઝર્સ માટે મોટી રાહત, હવે બેન્ક બદલવા પર નહીં બદલવું પડે સ્ટીકર
FASTag OneTag: FASTag યુઝર્સ માટે મોટી રાહત, હવે બેન્ક બદલવા પર નહીં બદલવું પડે સ્ટીકર
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
Weather Update: કાલે ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: કાલે ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Advertisement

વિડિઓઝ

Botad news: બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : કાકા કેમ ઉકળ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : કોર્પોરેટરની મોંઘવારી, પ્રજા પર ભારી !
Gujarat Rain Forecast : રાજ્યના ખેડૂતોને રાહત આપતી હવામાન વિભાગે કરી મોટી આગાહી
PM Modi addresses BRICS Summit 2026: બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BRICS Summit 2026: આજથી બ્રિક્સ સમિટ, બપોરે દિલ્હી પહોંચશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
BRICS Summit 2026: આજથી બ્રિક્સ સમિટ, બપોરે દિલ્હી પહોંચશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
FASTag OneTag: FASTag યુઝર્સ માટે મોટી રાહત, હવે બેન્ક બદલવા પર નહીં બદલવું પડે સ્ટીકર
FASTag OneTag: FASTag યુઝર્સ માટે મોટી રાહત, હવે બેન્ક બદલવા પર નહીં બદલવું પડે સ્ટીકર
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
Weather Update: કાલે ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: કાલે ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
'BRICS આર્થિક તાકાતના મામલે G7થી આગળ,  પશ્ચિમી દેશ નબળા પડી રહ્યા છે', દિલ્હીમાં પુતિનનું મોટું નિવેદન
'BRICS આર્થિક તાકાતના મામલે G7થી આગળ,  પશ્ચિમી દેશ નબળા પડી રહ્યા છે', દિલ્હીમાં પુતિનનું મોટું નિવેદન
IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન
IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન
13 સપ્ટેમ્બરે બુધ બદલશે નક્ષત્ર, 3 રાશિઓના શરુ થઈ શકે છે અચ્છે દિન 
13 સપ્ટેમ્બરે બુધ બદલશે નક્ષત્ર, 3 રાશિઓના શરુ થઈ શકે છે અચ્છે દિન 
Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget