શોધખોળ કરો

આફ્રિકામાં ફરીથી ઇબોલા વાયરસનો કહેર: જાણો આ જીવલેણ બીમારીના લક્ષણો અને બચાવના ઉપાયો

ebola virus outbreak 2026: કોંગો અને યુગાન્ડામાં ઇબોલાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ વાયરસ કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવા માટે શું સાવચેતી રાખવી જોઈએ, તે સરળ ભાષામાં સમજો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આફ્રિકાના કોંગો અને યુગાન્ડામાં ઇબોલાના કેસ વધ્યા.
  • વાસ્તવિક કેસ સત્તાવાર આંકડા કરતાં વધુ હોઈ શકે.
  • વાયરસ શરીરના પ્રવાહીના સંપર્કથી ફેલાય છે.
  • તાવ, માથાનો દુખાવો, નબળાઈ શરૂઆતના લક્ષણો છે.

ebola virus outbreak 2026: આફ્રિકાના દેશોમાં ફરી એકવાર જીવલેણ ઇબોલા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને લઈને વિશ્વભરની આરોગ્ય એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને કોંગો અને યુગાન્ડામાં નોંધાયેલા નવા કેસોએ નિષ્ણાતોની ઊંઘ હરામ કરી દીધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને લંડનની ઈમ્પિરિયલ કોલેજના રિપોર્ટ મુજબ, કોંગોમાં ઇબોલાના વાસ્તવિક કેસ સત્તાવાર આંકડાઓ કરતા ઘણા વધુ હોઈ શકે છે. આજના આ અહેવાલમાં આપણે જાણીશું કે આ ખતરનાક વાયરસ કઈ રીતે ફેલાય છે, તેના શરૂઆતના લક્ષણો કયા છે અને તેનાથી બચવા માટે આપણે કઈ સાવચેતી રાખવી જરૂરી છે.

મે મહિનાના મધ્ય સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં ઇબોલાના 400 થી 800 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે, કેટલાક નિષ્ણાતોને ડર છે કે આ આંકડો 1,000 ને પણ પાર કરી ગયો હશે. સૌથી ખરાબ હાલત કોંગોના ઇટુરી પ્રાંતની છે, જ્યાં એપ્રિલના અંતથી આ ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

આ વાયરસ કઈ રીતે ફેલાય છે?

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના જણાવ્યા મુજબ, ઇબોલા એક અત્યંત ખતરનાક વાયરલ બીમારી છે. તે ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી, પરસેવો, ઉલટી, લાળ કે શરીરના અન્ય પ્રવાહીના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે.

રાહતની વાત એ છે કે આ વાયરસ હવા કે પાણી દ્વારા નથી ફેલાતો, પરંતુ બીમાર વ્યક્તિની ખૂબ નજીક રહેવાથી જોખમ વધી જાય છે. ખાસ કરીને દર્દીની સારવાર કરતા ડોક્ટરો, નર્સો અને તેમની સંભાળ રાખતા પરિવારજનોને આ ચેપ લાગવાનો ખતરો સૌથી વધુ હોય છે.

ઇબોલાના શરૂઆતના લક્ષણો કયા છે?

ઇબોલાના શરૂઆતના લક્ષણો સામાન્ય વાયરલ તાવ જેવા જ હોય છે, એટલે શરૂઆતમાં જ તેને ઓળખવો થોડો મુશ્કેલ બને છે.

ચેપ લાગ્યા બાદ દર્દીને સખત તાવ, માથાનો દુખાવો, શરીરમાં કળતર, નબળાઈ અને ગળામાં દુખાવો થઈ શકે છે.

રોગ વધવાની સાથે ઉલટી, ઝાડા, ત્વચા પર લાલ ચાંઠા પડવા અને અમુક કિસ્સાઓમાં શરીરની અંદર કે બહારથી લોહી પણ નીકળવા લાગે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે વાયરસના સંપર્કમાં આવ્યા પછી લક્ષણો દેખાવામાં 2 થી 21 દિવસનો સમય લાગી શકે છે. જોકે, સરેરાશ 8 થી 10 દિવસમાં દર્દીમાં બીમારીના ચિહ્નો દેખાવા લાગે છે.

સારી વાત એ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિમાં લક્ષણો ન દેખાય, ત્યાં સુધી તે વાયરસ બીજામાં ફેલાવતો નથી.

આ પણ વાંચોઃ Health Tips: હાર્ટ એટેકથી બચવા ઓફિસમાં દર 58 મિનિટે કરો આ 2 મિનિટનું કામ

આ જીવલેણ વાયરસથી બચાવ કેવી રીતે કરવો?

એપોલો હોસ્પિટલના નિષ્ણાતોના મતે, ઇબોલા સામે લડવા માટે 'સાવચેતી' એ જ તમારું સૌથી મોટું હથિયાર છે:

ચેપગ્રસ્ત દર્દીઓથી સુરક્ષિત અંતર જાળવો.

વારંવાર સાબુથી હાથ ધોવાની આદત પાડો.

કોઈપણ બીમાર વ્યક્તિના લોહી કે શરીરના અન્ય પ્રવાહીને અડવાનું ટાળો.

જો કોઈ વ્યક્તિ તાજેતરમાં ઇબોલા પ્રભાવિત વિસ્તારમાંથી પાછી ફરી હોય અને તેને સખત તાવ કે નબળાઈ લાગે, તો તેણે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

સ્વાસ્થ્ય એજન્સીઓ માને છે કે ઇબોલાને રોકવા માટે રસીકરણ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ સૌથી અસરકારક સાધનો છે.

દર્દીઓની સારવાર કરતા હેલ્થકેર વર્કર્સ માટે PPE કિટ, માસ્ક અને ગ્લોવ્સનો ઉપયોગ અત્યંત આવશ્યક છે.

Disclaimer: આ માહિતી વિવિધ સંશોધનો અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. આને તબીબી સલાહનો વિકલ્પ ન સમજવો. કોઈપણ બીમારીના લક્ષણો જણાય તો જાતે ઈલાજ કરવાને બદલે હંમેશા તમારા ડૉક્ટર કે સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.

આ પણ વાંચોઃ શિયાળામાં કોલેસ્ટ્રોલ વધી ગયું છે? હાર્ટ એટેકથી બચવા આ 6 વસ્તુઓ ખાઓ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

ઇબોલા વાયરસ મુખ્યત્વે કયા આફ્રિકન દેશોમાં ફેલાઈ રહ્યો છે?

આફ્રિકાના કોંગો અને યુગાન્ડા જેવા દેશોમાં ઇબોલા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને કોંગોના ઇટુરી પ્રાંતમાં પરિસ્થિતિ ગંભીર છે.

ઇબોલા વાયરસ કયા માધ્યમોથી ફેલાય છે?

ઇબોલા ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી, પરસેવો, ઉલટી, લાળ કે શરીરના અન્ય પ્રવાહીના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. તે હવા કે પાણી દ્વારા ફેલાતો નથી.

ઇબોલાના શરૂઆતના લક્ષણો કયા છે?

શરૂઆતમાં ઇબોલાના લક્ષણો સામાન્ય તાવ જેવા હોય છે, જેમ કે તાવ, માથાનો દુખાવો, શરીરમાં કળતર, નબળાઈ અને ગળામાં દુખાવો. રોગ વધવાની સાથે ઉલટી, ઝાડા અને રક્તસ્ત્રાવ પણ થઈ શકે છે.

ઇબોલા વાયરસના સંપર્કમાં આવ્યા પછી લક્ષણો દેખાવામાં કેટલો સમય લાગે છે?

વાયરસના સંપર્કમાં આવ્યા પછી લક્ષણો દેખાવામાં 2 થી 21 દિવસનો સમય લાગી શકે છે. સરેરાશ 8 થી 10 દિવસમાં બીમારીના ચિહ્નો દેખાવા લાગે છે.

ઇબોલા વાયરસથી બચવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ?

ચેપગ્રસ્ત દર્દીઓથી અંતર જાળવવું, વારંવાર હાથ ધોવા અને બીમાર વ્યક્તિના શરીરના પ્રવાહીને અડવાનું ટાળવું જરૂરી છે. સ્વાસ્થ્ય કર્મીઓએ PPE કિટનો ઉપયોગ કરવો જોઈએ.

Advertisement

ટોપ સ્ટોરી

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget