Omicronના કહેર વચ્ચે આવ્યા રાહતના સમાચાર, અમેરિકાએ આ કંપનીની દવાને આપી મંજૂરી
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઇને દુનિયાભરમાં ચિંતા છે. બ્રિટન, અમેરિકા, ઇઝરાયલ સહિત અનેક દેશોમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે

કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઇને દુનિયાભરમાં ચિંતા છે. બ્રિટન, અમેરિકા, ઇઝરાયલ સહિત અનેક દેશોમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં ઓમિક્રોનની ઝડપ વધી છે. આ વચ્ચે અમેરિકાથી એક રાહત આવી છે. જ્યાં કોરોનાની દવા Paxlovidને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવા લીધા બાદ દર્દીઓને હોસ્પિટલમાં ભરતી થવા અને મોત થવાનો ચાન્સ ખૂબ ઓછો થઇ જાય છે.
આ દવાને અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને ફક્ત ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ દવા અમેરિકન કંપનીએ બનાવી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને આ દવાને કોરોના વિરુદ્ધની લડાઇમાં મોટું પગલું ગણાવ્યુ હતું. આ દવા ફક્ત એ દર્દીઓને આપી શકાય છે જેની ઉંમર 12 વર્ષની ઉપરની હોય અને જેમનું વજન ઓછામાં ઓછું 40 કિલો હોવુ જરૂરી છે. આ દવાનો પાંચ દિવસનો કોર્સ છે. જોકે, આ દવાને હાલમા કોરોના માટે મંજૂરી મળી નથી પરંતુ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે.
આ દવાની કેટલીક સાઇડ ઇફેક્ટ્સ છે. એફડીએ અનુસાર આ દવા લીધા બાદ ટેસ્ટ ગાયબ થઇ જઇ શકે છે. ડાયરિયા, બીપી વધવુ અને માંસપેશીઓ ખેંચાવી જેવી સમસ્યાઓ થઇ શકે છે. ભારતમાં હાલમાં આ દવાને મંજૂરી મળી નથી પરંતુ હાલમાં ફક્ત અમેરિકામાં જ આ દવાને મંજૂરી મળી છે.
કયા દેશમાં હવે દરેકને એક ગ્લાસ વધારે દૂધ પીવુ પડશે, કેમ ખુદ વડાપ્રધાને આપ્યો આવો આદેશ, જાણો વિગતે
Omicron Variant: દેશનાં આ રાજ્યમાં 'ઓમિક્રોન વિસ્ફોટ', એક જ દિવસમાં 33 નવા કેસ મળતા ખળભળાટ
કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ શું કરી મોટી જાહેરાત?
India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો ઓમિક્રોનના કેસ કેટલા થયા ?
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
