(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: ગરમીમાં પંજાના તળિયામાં બળતરા થાય છે? કરો આ ઘરેલું ઉપાય
Home Remedies For Burning Feet: પગના તળિયામાં બળતરા અને ખંજવાળની સમસ્યા ઉનાળામાં ખૂબ વધી જાય છે. તમે આ ઘરેલું ઉપચાર વડે તળિયાની બળતરા અને ખંજવાળ દૂર કરી શકો છો.
Home Remedies For Burning Feet: પગના તળિયામાં બળતરા અને ખંજવાળની સમસ્યા ઉનાળામાં ખૂબ વધી જાય છે. તમે આ ઘરેલું ઉપચાર વડે તળિયાની બળતરા અને ખંજવાળ દૂર કરી શકો છો.
ઉનાળામાં કેટલાક લોકોને પગમાં બળતરા અને ખંજવાળની સમસ્યા ખૂબ વધી જાય છે. અયોગ્ય ફૂટવેરની પસંદગી પણ આ સમસ્યાને નોતરે છે. ઉનાળામાં પગના તળિયાની સ્કિન વધુ ડ્રાય થઇ જતાં પણ આ સમસ્યા થઇ શકે છે. કેટલાક લોકોના શરીરમાં યુરિક એસિડ વધવાથી, કેલ્શિયમ અથવા વિટામિન બીની ઉણપ અથવા ડાયાબિટીસને કારણે પગમાં બળતરા થવા લાગે છે.
તબીબી ભાષામાં તેને બર્નિંગ ફીટ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. ઉનાળામાં આ સમસ્યાથી બચવા માટે તમારે પગને સોફ્ટ અને મુલાયમ રાખવાની કોશિશ કરો. તેનાથી પગની બળતરામાં રાહત મળશે. જાણીએ આ સમસ્યામાં અન્ય ક્યાં ઉપચાર થઇ શકે છે.
મીઠું પાણી
જો તમને તળિયામાં બળતરા અને ખંજવાળ આવે છે, તો તેના ઉપચાર માટે ખૂબ જ જૂનો નુસખો છે. તમે એક ડોલમાં પાણી ભરો અને તેમાં સિંધાલૂ મીઠું મિક્સ કરો. હવે ડોલમાં પગ નાખીને થોડીવાર બેસો. જો પાણી હૂંફાળું હોય તો તમને જલ્દી આરામ મળે છે. જો તમે ઈચ્છો તો પાણીમાં વિનેગર પણ ઉમેરી શકો છો. તેનાથી પગની ખંજવાળ અને ફંગલ ઇન્ફેક્શન દૂર થશે.
હળદર
હળદર ખૂબ જ ફાયદાકારક છે. ખોરાકમાં હળદરનો ઉપયોગ અવશ્ય કરવો. જો પગમાં બળતરા અને ખંજવાળ આવતી હોય તો હળદર અને નારિયેળનું તેલ એકસાથે લગાવવાથી આરામ મળે છે. તેમાં એન્ટિબાયોટિક અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો છે જે બળતરા અને ચેપ ઘટાડે છે.
પુષ્કળ પાણી પીઓ
ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. આ માટે શરીરમાં પાણીની કમી ન હોવી જોઈએ. શરીરમાં ઝેરની વધુ માત્રાને કારણે, તળિયામાં દુખાવો અને બળતરા થાય છે. આવી સ્થિતિમાં જો તમે પુષ્કળ પ્રમાણમાં પાણી પીઓ છો, તો શરીરમાં રહેલા ઝેરી તત્વો પણ પેશાબ સાથે બહાર નીકળી જાય છે અને તેનાથી પગના સોજાથી પણ આરામ મળે છે.
એલોવેરા
નારિયેળ તેલ અને કપૂર- જો પગના તળિયામાં બળતરા થતી હોય તો તમે આયુર્વેદિક સારવાર કરી શકો છો. આ માટે તમારે એલોવેરા જેલ, નારિયેળ તેલ અને દેશી કપૂર મિક્સ કરો, હવે આ મિશ્રણને પગના તળિયા પર હળવા હાથે લગાવો. તેને લગાવતા જ પગમાં ઠંડકનો અનુભવ થશે. તેનાથી પગમાં બળતરા અને ખંજવાળ શાંત થશે.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )