(Source: ECI/ABP News/ABP Majha)
Food For Heart Health: આ ફૂડને ડાયટમાં કરો સામેલ, જીવનભર હાર્ટ અટેકથી બચી જશો
બદલતી જીવનશૈલી અને આહારશૈલીના કારણે હાર્ટ સંબંધિત બીમારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જો કે આહારશૈલીમાં ફેરફાર કરીને આપ આ જોખમથી બચી શકો છો.
Food For Heart Health: બદલતી જીવનશૈલી અને આહારશૈલીના કારણે હાર્ટ સંબંધિત બીમારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જો કે આહારશૈલીમાં ફેરફાર કરીને આપ આ જોખમથી બચી શકો છો.
હાર્ટને હેલ્ધી રાખવા માટે ડાયટમાં આ ફૂડને કરો સામેલ
અખરોટ
જો આપ આપના ડાયટમાં અખરોટને સામેલ કરો છો તો બેડ કોલેસ્ટ્રોલનુ લેવલ આપોઆપ ઓછું થઇ જાય છે. અખરોટમાં ઓમેગો -3 અને ફેટી એસિડ હોય છે.જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ઓલ ઓવર હાર્ટને હેલ્ધી રાખે છે.
સંતરા
સંતરા ન માત્ર ઇમ્યુનિટિ બૂસ્ટર છે પરંતુ તે હાર્ટ માટે પણ હિતકારી છે. સંતરામાં વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં છે. તેમાં પેક્ટિન પણ મોજૂદ છે. આ બધા જ તત્વોથી બીપી કન્ટ્રોલમાં રહે છે. બ્લડ વેસલ્સ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેના કારણે હૃદય સંબંધિત બીમારીથી રાહત મળે છે.
અલસી
ફ્લેકસ સીડ જેને આપણે અળસીના નામે ઓળખીએ છીએ. તેના સેવનથી બેડ કોલેસ્ટ્રોનું પ્રમાણ ઘટી જાય છે. ઓમેટા 3 ફેટી અસિડ સહિત એન્ટીઓક્સિડન્ટ પણ તેમાં ભરપૂર છે. જે બ્લડ ફ્લોને યોગ્ય કરે છે.
યોગર્ટ
લો ફેટ યોગર્ટ ખાવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. યોગર્ટમાં કેલ્શ્યિમ, મેગ્નેશિયમ પ્રચુર માત્રામાં હોય છે. તેના નિયમિત સેવનથી હાર્ટ રેટ નોર્મલ રહે છે. આપ ડાયટમાં ફેટી ફિશ પણ સામેલ કરી શકો છો. આપ ટૂના મૈંકેરલ અને સાર્ડિનને પણ ડાયટમાં સામેલ કરી શકો છો.
ગ્રીન વેજીટેબલ
હેલ્ધી જીવનશૈલી માટે ડાયટમાં લીલા શાકભાજીને અચૂક સામેલ કરો. જે પોષકતત્વોથી ભરપૂર છે. આયરન, કેલ્શિયમ, ફાઇબર, પોટેશિયમ વિટામિન સી, હૃદય રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. આ ડાયટને અપનાવવાથી ઓક્સિજન રિચ બ્લડ આપના હાર્ટ સુધી સરળતાથી પહોંચે છે. જે બ્લડ વેસેલ્સને પણ ખોલવામાં મદદ કરે છે. આ કારણે જ ડાયટમાં બ્રોકલી, લ્યૂટસ, પાલકને સામેલ કરવા જોઇએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )