New Covid Variant France: આ નવો વેરિયન્ટ વેક્સિનેટ લોકોને કરી રહ્યો છે સંક્રમિત,જાણો એક્સપર્ટે શું આપી ચેતાવણી
WHO એ હજુ સુધી નવા પ્રકાર B.1.640.2 પર સંશોધન શરૂ કર્યું નથી. જો કે, ફ્રાન્સના વૈજ્ઞાનિકો દાવો કરે છે કે,નવા પ્રકારમાં અનેક આનુવંશિક પરિવર્તન જોવા મળ્યા છે.
New variant:WHO એ હજુ સુધી નવા પ્રકાર B.1.640.2 પર સંશોધન શરૂ કર્યું નથી. જો કે, ફ્રાન્સના વૈજ્ઞાનિકો દાવો કરે છે કે,નવા પ્રકારમાં અનેક આનુવંશિક પરિવર્તન જોવા મળ્યા છે.
કોઈપણ વાયરસની તીવ્રતા તેમાં થતા મ્યુટેશનના આધારે નક્કી કરવામાં આવે છે અને ફ્રાન્સમાં મળી આવેલા કોરોનાના નવા પ્રકારમાં 46 મ્યુટેશન જોવા મળ્યા છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ નવું વેરિઅન્ટ ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે. જો કે આ અંગે સંશોધન કરવાનું બાકી છે. પ્રારંભિક ડેટા દર્શાવે છે કે આ નવા પ્રકારમાં હાલમાં ઉચ્ચ ચેપ દર નથી. વૈજ્ઞાનિકો ચિંતિત છે કે, નવો પ્રકાર ફ્રેન્ચ સરહદની બહાર બ્રિટનમાં પ્રવેશી શકે છે. જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.
અત્યાર સુધી મળેલા વેરિયન્ટથી ખૂબ જ અલગ છે
કોરોનાના તમામ પ્રકારો જે અત્યાર સુધી સામે આવ્યા છે. આ પ્રકાર તે બધાથી તદ્દન અલગ છે કારણ કે, વૈજ્ઞાનિકોને હજુ સુધી B.1.640.2 માં કંઈપણ મળ્યું નથી. આ વેરિઅન્ટમાં અસામાન્ય સંયોજનો જોવામાં આવ્યા છે, વૈજ્ઞાનિકો કહે છે કે, નવું વેરિઅન્ટ અનેક આનુવંશિક ફેરફારો દર્શાવે છે. મેડિટેરેનિયન ઈન્ફેક્શન યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેની શોધ કરવામાં આવી છે, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા હજુ સુધી આ નવા પ્રકાર પર કોઈ તપાસ શરૂ કરવામાં આવી નથી.
એક મહિના પહેલા સામે આવ્યો હતો કેસ
કોરોનાના આ નવા પ્રકારનો પહેલો કેસ નવેમ્બરમાં નોંધાયો હતો, પરંતુ હવે તેણે વિશ્વભરના વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ નવા પ્રકારથી સંક્રમિત પ્રથમ વ્યક્તિને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી. નવેમ્બરમાં, તે કેમેરૂનની ત્રણ દિવસની મુલાકાત પછી ફ્રાન્સ પાછો ફર્યો. અહીં તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે વૈજ્ઞાનિકોએ આ પ્રકાર પર સંશોધન કર્યું, ત્યારે પરિણામોએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )