શોધખોળ કરો

Gym Right Age: જીમ જતાં પહેલા જાણી લો આ વાતો, નહીં તો લેવા ના દેવા પડી જશે, શરીર બગડશે...

Gym Age Limit: આજકાલ ટીનેજર્સમાં ફિટનેસનો ક્રેઝ વધી રહ્યો છે. સિક્સ પેક, એબ્સ, મસલ્સ અને બૉડી બનાવવા માટે તેઓ જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે

Gym Age Limit: આજકાલ ટીનેજર્સમાં ફિટનેસનો ક્રેઝ વધી રહ્યો છે. સિક્સ પેક, એબ્સ, મસલ્સ અને બૉડી બનાવવા માટે તેઓ જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે. માત્ર છોકરાઓ જ નહીં છોકરીઓ પણ ઝીરો ફિગર અને સ્લિમ લૂક મેળવવાના દિવાના હોય છે. તેથી તેઓ નાની ઉંમરમાં જ જીમ જવાનું શરૂ કરે છે, જે તેમના માટે જોખમી બની શકે છે. નાની ઉંમરે જીમમાં જવાથી સ્વાસ્થ્યને અનેક ગંભીર નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં યોગ્ય ઉંમરે જીમ શરૂ કરવું મહત્વપૂર્ણ છે, જેથી વ્યક્તિ તેનો સંપૂર્ણ લાભ મેળવી શકે. આવી સ્થિતિમાં જાણો જીમ જવાની યોગ્ય ઉંમર કઈ છે...

કઇ ઉંમરે જવું જોઇએ જીમ - 
નિષ્ણાતોના મતે જીમ જવાની યોગ્ય ઉંમર વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસ પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે, 16-18 વર્ષની ઉંમરથી જીમમાં જવાનું સલામત માનવામાં આવે છે, કારણ કે આ ઉંમર સુધીમાં શરીરનો વિકાસ લગભગ પૂર્ણ થઈ જાય છે અને શરીર વજન તાલીમ જેવા વર્કઆઉટ માટે તૈયાર થઈ જાય છે.

યોગ્ય ઉંમરે જીમ જવાના શું છે ફાયદાઓ - 

1. યોગ્ય ઉંમરે જીમ જવાથી સ્નાયુઓની શક્તિ વધે છે, સ્ટેમિના વધે છે અને વજન નિયંત્રિત થાય છે.
2. વર્કઆઉટ એન્ડોર્ફિન હૉર્મોન્સ મુક્ત કરે છે, જે તણાવ અને ડિપ્રેશનને ઘટાડવામાં મદદ કરે છે.
3. જીમમાં જવાથી શિસ્ત અને નિયમિતતા સર્જાય છે, જેનાથી સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં સરળતા રહે છે.
4. નિયમિત વર્કઆઉટથી હૃદય રોગ, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે.
5. જીમમાં જવાથી ફિટનેસ સુધરે છે અને આત્મવિશ્વાસ વધે છે.

જીમ જતાં પહેલા આ વાતોનું રાખો ધ્યાન 
1. પ્રશિક્ષિત ટ્રેનરની દેખરેખ હેઠળ જ જીમમાં વર્કઆઉટ કરવું જોઈએ.
2. વર્કઆઉટની સાથે સાથે સંતુલિત આહાર પણ ખૂબ જ જરૂરી છે.
3. જીમમાં જઈને વર્કઆઉટ કર્યા પછી શરીરને આરામ આપવો જોઈએ જેથી તૂટેલા સ્નાયુઓને રિપેર કરવાનો સમય મળે.
4. જીમ જવા માટે યોગ્ય ઉંમર અને યોગ્ય માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો

Heart Diseases: ડેન્ગ્યૂ એ કોરોનાથી પણ ખતરનાક, દર્દીઓને રહે છે હાર્ટ એટેકનો સૌથી વધુ ખતરો, રિસર્ચમાં ખુલાસો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'

Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો

ABP Premium

વિડિઓઝ

Patidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?HMPV Virus In India : HMPV વાયરસની ભારતમાં એન્ટ્રીથી મચ્યો ખળભળાટ, ક્યાં નોંધાયો કેસ?Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત

Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...

Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય

HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?

Embed widget