Vitamin B12 ની ઉણપ હોય તો આજથી જ પીવાનું શરુ કરો આ દાળનું પાણી, થશે ફાયદો
વિટામિન B12 એ એક તત્વ છે જે ડીએનએ બનાવવા અને આપણા કોષોમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે જરૂરી છે. આ વિટામિનની ઉણપને કારણે શરીરમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે.
Vitamin B12 Deficiency : વિટામિન B12 એ એક તત્વ છે જે ડીએનએ બનાવવા અને આપણા કોષોમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે જરૂરી છે. આ વિટામિનની ઉણપને કારણે શરીરમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. વિટામિન B12 ની ઉણપ એનિમિયા, થાક અને નબળાઈનું કારણ બને છે. આ સિવાય શરીરમાં સોજો પણ આવવા લાગે છે. આવી સ્થિતિમાં તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે જેમાં વિટામીન B12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વિટામીન શરીર જાતે જ ઉત્પન્ન કરતું નથી, તેથી તમને સલાહ આપવામાં આવે છે કે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેમાં વિટામિન B12 હોય.
વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે કેટલાક આહાર સ્ત્રોતો અને જીવનશૈલીમાં સુધારો કરવો ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે નોનવેજ વસ્તુઓમાં વિટામિન B12 મોટી માત્રામાં જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોડામાં મળતી એક દાળમાં પણ તે ભરપૂર માત્રામાં જોવા મળે છે.
શરીરમાં આ વિટામિનની ઉણપને પૂરી કરવા માટે તમે મગની દાળનું પાણી પી શકો છો. આ કઠોળમાં વિટામીન B12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. દરરોજ તેનું સેવન કરવાથી આ વિટામિનની ઉણપને દૂર કરવામાં મદદ મળે છે.
કેવી રીતે સેવન કરવું
તમને જણાવી દઈએ કે રાત્રે સૂતા પહેલા એક કપ મગની દાળને સારી રીતે ધોઈને સાફ કરી લો અને તેને પાણીમાં પલાળી દો. સવારે દાળ સારી રીતે પલળી જાય તો આ પાણીનું સેવન કરો. આ સિવાય તમે તેમાં ડુંગળી અને લીંબુ ઉમેરીને દાળનું સેવન કરી શકો છો.
મગની દાળનું પાણી શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત મગ દાળ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે, જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. મગ દાળના પાણીનું નિયમિત સેવન કરવાથી શરીરમાં રહેલી ગંદકી બહાર નિકળી જાય છે, જેનાથી શરીર ડિટોક્સ થાય છે. આ સાથે જ આ દાળના પાણીમાં રહેલા તત્ત્વ લિવર, લોહી તેમજ આંતરડાને પણ સાફ કરે છે. નિયમિત રીતે જો તમે મગ દાળના પાણીનું સેવન કરશો તો તમારા શરીરમાં ઘણા ફાયદા થશે.
Health Tips: બદામ આ કારણે છે સુપરફૂડ છે, વેઇટ લોસની સાથે સેવનથી થાય છે આ ફાયદા
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )